પતિની ગેરહાજરીમાં ભારતી સિંહે બાળકનો રૂમ સજાવ્યો
મુંબઇ, ટીવીના પોપ્યુલર કપલ ભારતી સિંહ અને હર્ષ લિંબાચિયા એપ્રિલ ૨૦૨૨માં પહેલા બાળકના પેરેન્ટ્સ બનવાના છે. હાલમાં જ ભારતી સિંહે પોતાની યૂટ્યૂબ ચેનલ પર બાળક માટે તૈયાર કરેલા રૂમની ઝલક બતાવી છે. ભારતી વિડીયોમાં જણાવે છે કે પહેલા આ રૂમમાં બેસીને હર્ષ પોતાનું કામ કરતો હતો, લખતો હતો. પરંતુ હવે તેણે બાળક માટે આ રૂમને સજાવ્યો છે.
ભારતીએ આ રૂમમાં પિંક અને બ્લૂ બંને રંગનો ઉપયોગ કર્યો છે કારણકે છોકરો આવશે કે છોકરી તે તેમને ખબર નથી. બાળકના રૂમમાં બે કબાટ, સફેદ પડદા, મરૂન કાઉચ અને તેના પર રંગબેરંગી કુશન જાેવા મળે છે. આ રૂમ પહેલા હર્ષનો સ્ટડી રૂમ હતો ત્યારે અહીં કમ્પ્યૂટર પણ મૂકેલું જાેઈ શકાય.
ભારતી વિડીયોમાં કહે છે કે, તેણે રૂમમાં આ ફેરફાર કર્યા ત્યારે હર્ષ ઘરે નહોતો માટે તેની આતુરતાથી રાહ જાેઈ રહી છે. વિડીયોના લગભગ અંત ભાગમાં હર્ષ દેખાય છે અને આવીને તે પોતાનો સાચ્ચો પ્રતિભાવ આપે છે. હર્ષ કટાક્ષ કરતાં ભારતીનો આભાર માને છે અને કહે છે કે, ‘તેં આ રૂમને ૧૨-૧૩ વર્ષની બાર્બીની ફેન હોય તેવી છોકરીનો હોય તેવો કરી દીધો.’ ત્યારે ભારતી કહે છે કે, હર્ષ તેના પ્રયત્નોના વખાણ નથી કરતો પણ ખામીઓ શોધે છે.
આ દરમિયાન જ હર્ષ શોધી કાઢે છે કે, ભારતીએ કબાટના દરવાજા બનાવડાવવામાં ગરબડ કરી છે. ઉપરાંત રૂમમાં સાફ-સફાઈ પણ બાકી છે. મસ્તી-મજાકમાં ભારતી એમ પણ કહી દે છે કે, તે એક બાળકથી જ સંતોષ માની લેશે અને બીજું લાવવા નથી માગતી.
છેલ્લે હર્ષ ભારતીને કહે છે કે, તેણે આ સ્ટડી રૂમને બાળકનો રૂમ બનાવી દીધો તો હવે તે ક્યાં બેસીને કામ કરશે? ત્યારે ભારતી કહે છે કે મોટું ઘર લઈ લઈશું સાથે જ મજાકમાં ઉમેરે છે કે ત્યાં જઈને વધુ બાળકો પેદા કરીશું. ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ પહેલા ભારતીએ પોતાના ઘરની ટુર કરાવતો વિડીયો પણ અપલોડ કર્યો હતો.
ભારતીના મુંબઈ સ્થિત ઘરમાં સુંદર કિચન અને ડ્રોઈંગ રૂમ સાથે અટેચ થયેલી નાનકડી બાલ્કની છે. તેનો બેડરૂમ ખાસ્સો મોટો છે અને તેમાં આરામ કરવા માટે મોટું કાઉચ અને ટીવી છે. ભારતીની પ્રેગ્નેન્સી વિશે વાત કરીએ તો, તેણે થોડા મહિના પહેલા જ આ અંગેની જાણકારી આપી હતી. ભારતી એપ્રિલના અંતમાં અથવા મેની શરૂઆતમાં બાળકને જન્મ આપશે. વર્કફ્રંટની વાત કરીએ તો, હાલ હર્ષ અને ભારતી ટીવી શો ‘હુનરબાઝ’ના હોસ્ટ તરીકે જાેવા મળે છે.SSS