અમદાવાદને કોરોના કફ્ર્યુથી મુક્તિ મળતા પોલીસને હાશ
(એજન્સી) અમદાવાદ, કોરોના વાયરસનો હાહાકાર ઓછો થતાંની સાથે જ થોડાક દિવસ પહેલાં અમદાવાદ અને વડોદરાનેે કફ્ર્યુમાંથી મુક્તિ આપી દેવામાં આવી છે. આ પહેલાં રાજકોટ, સુરત સહિતના શહેરને કફ્ર્યુથી મુક્તિ આપી દેવામાં આવી હતી.
કફ્ર્યુથી મુક્તિ આપી દેવાતા પોલીસ બેડામાં તો કેટલાંક પોલીસ કર્મચારીઓમાં નિરાશા પણ જાેવા મળી રહી છે તો કેટલાંક કર્મચારીઓમાં હાશકારો અનુભવાતો જાેવા મળ્યો છે. રાજ્ય સરકારે અમદાવાદ અને વડોદરાને કફ્ર્યુમુક્ત કરતા પોલીસેે હાશકારો અનુભવ્યો હતો. નિયત કરેલા કફ્ર્યુના સમય પ્રમાણે પોલીસે કર્મચારીઓ સ્ટેન્ડ બાય રહેતા હતા અને સંખ્યાબંધ લોકો વિરૂધ્ધ ગુનો દાખલ કરીને લોકઅપમાં પૂરી દેવામાં આવતા હતા.કોરોના કાળમાં લાખો લોકો વિરૂધ્ધ જાહેરનામા ભંગની ફરીયાદ નોંધાઈ છે.
કોરોનાએ જ્યારથી શહેરમાં એન્ટ્રી લીધી હતી ત્યારથી પોલીસ કર્મચારીઓએ ખડેપગેે પોતાની ફરજ બજાવી છે. પોતાના જીવની ચિંતા કર્યા વગર પોલીસ કર્મચારીઓએ પહેલી, બીજી અને ત્રીજી લહેરમાં ફરજ બજાવી છે.
જેના કારણે કેટલાંક પોલીસ કર્મચારીઓના દુઃખદ મોત પણ નિપજયા છે. કોરોના વાયરસેે હાહાકાર મચાવ્યો હોવાના કારણે રાજયમાં કફ્ર્યુ લગાવી દેવામાં આવ્યો હતો. કફ્ર્યુ દરમ્યાન મોડીરાત્રે જાે કોઈ બહાર નીકળતુ તો પોલીસ જાહેરનામાના ભંગ કરવા બદલ તેની ધરપકડ કરતી હતી. અમદાવાદમાં હજારો લોકો વિરૂધ્ધ જાહેરનામા ભંગની ફરીયાદો નોેંધાઈ હતી. જેમાં મહિલાઓની ફરીયાદ નામશેેષ હતી.
કોરોના વાયરસની મહામારીના કારણે રાજ્ય સરકારે અમદાવાદ સહિત ચાર મહાનગર તેમજ કેટલીક જગ્યાઓ પર આઠ વાગ્યા પછી કફ્ર્યુ લગાવી દીધો હતો. જેમ જેમ કોરોનાનો કહેર ઘટતો રહ્યો હતો. છેલ્લે રાતના ૧૧ વાગ્યાથી સવારના પાંચ વાગ્યા સુધીનો કફ્ર્યુ લગાવાયો હતો.
જ્યારે કોરોનાની ત્રીજી લહેેરે એન્ટ્રી મારી હતી. કફ્ર્યુના કડક અમલ થાય તે માટે પોલીસ રોડ પર આવી જતી હતી અને મેડીકલ ઈમરજન્સી વગર બિનજરૂરી રીતે બહાર ફરતા લોકોની અટકાયત કરીને તેમને લોકઅપમાં પૂરી દેતી હતી. શહેરના દરેક પોલીસ સ્ટેશનમાં રોજેરોજ સંખ્યાબંધ લોકોની જાહેરનામા ભંગ બદલ અટકાયત કરવામાં આવતી હતી. પોલીસ ચેકીંગ દરમ્યાન વાહન લઈને નીકળનાર લોકોને પોલીસ રોકે છે.
અને બહાર નીકળવાનું વ્યાજબી કારણ ન હોય તો તેમની અટકાયત કરતી હતી જ્યારે પોલીસ પેટ્રોલીંગ કરતી હોય અને લોકો બિનજરૂરી રીતે બેસી ગૃપમાં ગપાટા મારવા માટે શરી, મહોલ્લા કે પછી સોસાયટીઓ માં બેસી રહેતા હોય ત્યારે તેમની અટકાયત કરવામાં આવતી હતી. ત્રીજી લહેરનો પણ અંત આવી જતાં રાજ્ય સરકારે થોડાક દિવસ પહેલાં અમદાવાદ અને વડોદરાને પણ કર્ફયુ મુકત કરી દીધા છે.