રશિયા-યુક્રેન વચ્ચેની વાતચીતનું કોઈ પરિણામ નહીં

કીવ, યુક્રેન પર રશિયાનો બોમ્બમારો સોમવારે પાંચમા દિવસે પણ ચાલુ રહ્યો હતો. જંગ ખતમ કરવા માટે બંને દેશોએ બેલારુસ-યુક્રેન બોર્ડર પર 3 કલાક વાતચીત કરી. જો કે મીડિયા રિપોટ્સમાં વાતચીતનું કોઈ પરિણામ ન આવ્યું હોવાનું જણાવ્યું છે. રશિયન મીડિયા મુજબ બંને દેશ ટૂંક સમયમાં ફરી વાતચીત કરી શકે છે. તો ઈન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટીએ રશિયા-બેલારુસના એથેલીટ્સ પર પ્રતિબંધ લગાવી દીધો છે. આ અંગેમાં વધુ જાણકારીની પ્રતીક્ષા છે.
બીજી બાજુ યુક્રેન પર 16 કલાકમાં કબજો કરવાનું સપનું ધ્વસ્ત થતાં જોઈ રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને એટમી હથિયારનો ઉપયોગ કરવાનો પ્લાન બનાવ્યો છે. રશિયન મીડિયા એજન્સી ‘સ્પૂતનિકે’ આ વાતની પુષ્ટિ કરી છે. એટમી કમાન્ડવાળા યુનિટની રજાઓ રદ કરી દેવાઈ છે અને તેમને હુમલાની તૈયારી કરવાનો આદેશ પણ આપી દીધો છે. ડિફેન્સ મિનિસ્ટર સર્ગેઈ શોઈગ્યુએ સોમવારે બપોરે પુતિનને હુમલાના પ્લાનની સંપૂર્ણ જાણકારી આપી. તમાન ન્યૂક્લિયર મિસાઈલ ફાયરિંગ મોડમાં છે.
સ્ટાફને સ્ટેન્ડબાય પર રહેવાનો આગ્રહ કર્યો છે. વાતચીત શરૂ થતાં પહેલાં યુક્રેને રશિયાને કહ્યું કે તેઓ પોતાની સેનાને યુક્રેન બોર્ડરથી હટાવ્યાં છે. બીજી તરફ બેલારુસ, રશિયાનો સાથ આપવાને લઈને યુક્રેનમાં સૈનિકોને મોકલવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે.
આ પહેલાં યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીનું એક નિવેદન સામે આવ્યું છે, જેમાં તેમણે કહ્યું હતું કે યુક્રેનની રશિયા સામેની લડાઈમાં જે કેદીઓ સામેલ થવાની ઈચ્છા ધરાવતા હોય તેમને સૈન્ય તાલીમ સાથે મુક્ત કરવામાં આવશે.
યુક્રેન પર રશિયાનું આક્રમણ સોમવારે પાંચમા દિવસે પણ જારી રહ્યું છે. આ દરમિયાન બેલારુસ રશિયાને સાથ આપવા માટે યુક્રેનમાં સૈનિકો મોકલવાની તૈયારી કરી રહ્યું છે. અગાઉ બંને દેશો બેલારુસમાં મંત્રણા કરવા સંમત થયા હતા.
સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)એ યુક્રેન મુદ્દાને સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA)ની સ્પેશિયલ ઈમર્જન્સી સેશનમાં મોકલવા માટે મતદાન કર્યું હતું. આ પ્રસ્તાવની તરફેણમાં 11 અને વિપક્ષમાં 1 વોટ પડ્યો. ભારત, ચીન અને યુએઈએ ફરી એકવાર વોટિંગથી દૂર રહેવાનો નિર્ણય લીધો હતો.