ખેડબ્રહ્મા નગરપાલિકા પ્રમુખ તથા અન્ય ચાર સદસ્યો ભાજપમાં જાેડાયા
(તસ્વીરઃ હસમુખ પંચાલ, ખેડબ્રહ્મા) ખેડબ્રહ્મા નગરપાલિકા પ્રમુખ શ્રી સાગરભાઇ પોપટભાઈ પટેલ તથા નગરપાલિકાના અન્ય સદસ્યો ,ઇશ્વરભાઇ બાબુભાઈ વણઝારા, મીનાબેન પ્રજાપતિ, તથા પુષ્પાબેન સોની એમ ચાર સદસ્યોએ ગઈકાલે ૨૬ તારીખે ભાજપ જિલ્લા કાર્યાલય હિંમતનગર ખાતે જિલ્લા પ્રમુખ શ્રી જે ડી પટેલ
તથા જિલ્લા પ્રભારી ભરતભાઇ આર્ય ની હાજરીમાં કોંગ્રેસને રામ રામ કરી ભાજપમાં જાેડાયા હતા. સાંજે આ તમામ લોકો ખેડબ્રહ્મા આવતા ખેડબ્રહ્માના સરદાર ચોકમાં ભાજપના અનેક લોકોએ તેમનું સન્માન કર્યું હતું. તથા સરદાર ચોકમાં ફટાકડા ફોડી ખુશી મનાવી હતી.
આ પ્રસંગે શહેર પ્રમુખ અરવિંદભાઈ રાવલ, મહામંત્રી પ્રશાંત પટેલ, રાજેન્દ્રસિંહ ચૌહાણ, અરવિંદ ઠક્કર, હસમુખ પંચાલ, બ્રીજેશ બારોટ, બ્રિજેશ પ્રજાપતિ તથા નિકુંજ રાવળ વિગેરે હાજર રહી સૌને આવકાર્યા હતા.*