હોમગાર્ડ જવાનની પ્રમાણિકતાઃ રોકડ સહિત ૪૦ હજારની મત્તા સાથેની બેગ પરત કરી
(તસ્વીરઃ બકોર પટેલ, મોડાસા) બાયડ તાલુકાના સાઠંબા યુનિટમાં ફરજ બજાવતા હોમગાર્ડ જવાને પ્રામાણિકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.આ હોમ ગાર્ડ જવાને રાત્રી ફરજ દરમિયાન એને મળેલ રૂ.૪૦ હજારની મત્તા સાથેની લેપટોપ મુકેલ બેગ મૂળ માલિકને પરત કરી દાખવેલી પ્રમાણિકતાની ચોફેર પ્રસંશા થઈ રહી છે.
સાઠંબા યુનિટમાં ફરજ બજાવતા હોમગાર્ડ જવાનવિષ્ણુભાઇ રાવળ સાઠંબામાં રાત્રિ ફરજમાં હતો તે દરમિયાન એક પાર્લરની દુકાન આગળ એક બેગ પડેલી જાેતાં એમાં તપાસ કરતાં એમા રૂ.૩૫૦૦૦ નું લેપટોપ અને રૂ.૫૦૦૦ રોકડા મળી ૪૦ હજારની મત્તા હતી.
આ બેગ જે દુકાનેથી મળી આવી હતી એના માલિક અંગે પુછપરછ કરતા મૂળ અજબપુરાના વતની અને સાઠંબામાં પટેલ પાર્લર નામની દુકાન ધરાવતા વહેપારી નિલેશભાઇ પટેલ પોતાની બેગ દુકાનની બહાર ભૂલી દુકાન બંધકરી પોતાના ઘરે ચાલી ગયા હતા.એને શોધી આ જવાને એ વેપારી માલિકને આ બેગ પરત કરી દીધી હતી.
જવાનની આ પ્રામાણિકતા બદલ જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટ દિનેશભાઈ ડી. પટેલ અને મોડાસા તાલુકા ભાજપના મહામંત્રી રમેશભાઈ પટેલે આ જવાનને અભિનંદન સાથે પ્રમાણિકતાની બિરદાવી હતી. હોમગાર્ડ જવાન વિષ્ણુભાઇ રાવળની ઈમાનદારીની પ્રશંસા સમગ્ર નગરમાં થઈ રહી છે.