જોધપુર પ્રાથમિક શાળા-૧ માં ‘વિજ્ઞાન સપ્તાહ’ની ઉજવણી કરવામાં આવી
અમદાવાદ મ્યુનિસિપલ બોર્ડની સેટેલાઈટ વિસ્તારમાં આવેલી જોધપુર પ્રાથમિક શાળા-1 માં તારીખ 21 થી 28 ફેબ્રુઆરી દરમિયાન ‘વિજ્ઞાન સપ્તાહ’ની ઉજવણી કરવામાં આવી હતી.
મહાન વૈજ્ઞાનિક સર સી.વી.રામનની સ્મૃતિમાં વિજ્ઞાન સપ્તાહ અને રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવે છે.
વિજ્ઞાન સપ્તાહ દરમિયાન શાળામાં મહાન વૈજ્ઞાનિક ડો. વિક્રમ સારાભાઈ અને ડો. એ.પી.જે અબ્દુલ કલામ અને અન્ય વૈજ્ઞાનિકો વિશે વિદ્યાર્થીઓને જાણકારી આપવામાં આવી હતી.
ઉપરાંત શાળામાં વિજ્ઞાનના સાધનોનું પ્રદર્શન, સૂર્ય મંડળ વિશેની ફિલ્મોનું નિદર્શન, બાળકો અને શિક્ષકોના વક્તવ્યો, રંગોળી, પ્રયોગ નિદર્શન, વિજ્ઞાન વિષય રમકડાના નિર્માણ અંગે નિદર્શન, વનસ્પતિ પરિચય તથા વિજ્ઞાનના પુસ્તકોનું પ્રદર્શન શાળામાં યોજવામાં આવ્યું હતું.
આજરોજ ‘વિજ્ઞાન દિવસ’ના ભાગરૂપે શાળાના ધોરણ છ ના વિદ્યાર્થી હર્ષ સોલંકીએ વિજ્ઞાન દિવસ પર વક્તવ્ય આપ્યું હતું. શાળાના આચાર્ય શ્રી પ્રતાપભાઈ ગેડિયાએ ‘વિજ્ઞાન સપ્તાહ’ ની રૂપરેખા વિશે વિદ્યાર્થીઓને સમજણ પૂરી પાડી હતી.
આ પ્રસંગે શિક્ષકશ્રીઓ શિવાની દવે, કિર્તીકુમાર પટેલ ,શાળાના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.