યૂક્રેનમાં ભારતીય વિદ્યાર્થીનું મોત, ખારકીવમાં ગોળીબારમાં ગુમાવ્યો જીવ
કીવ, યુક્રેન પર રશિયાના હુમલા દરમિયાન એક ભારતીય નાગરિકનું મોત થયું છે. યૂક્રેનના ખારકીવમાં ગોળીબારમાં વિદ્યાર્થીનું મોત થયુ હતુ. ખારકીવમાં ગોળીબારમાં કર્ણાટકના એક વિદ્યાર્થીનું મોત થયું હોવાનું સામે આવ્યું છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગ્ચીએ આજે સવારે યુક્રેનના ખાર્કિવમાં એક ભારતીય વિદ્યાર્થીના મોતની ટ્વિટ કરીને પુષ્ટિ કરી છે.
વિદેશ મંત્રાલય ભારતીય વિદ્યાર્થીના પરિવારના સંપર્કમાં છે. આ પરિવાર માટે શોકની લાગણી ફરીવળી છે. યુક્રેન યુદ્ધમાં પ્રથમ ભારતીય નાગરિક માર્યા ગયાની પુષ્ટિ થતાની સાથે જ 15 હજાર માતા પિતા ફરી ચિંતામાં આવી ગયા છે જેની ચિંતા હતી એક થયું છે હજુ પણ ઘણા વિદ્યાર્થીઓ ત્યાં ફસ્યાયેલા છે.
યૂક્રેન પર રશિયાના હુમલા દરમ્યાન આ પહેલા યુક્રેનિયન માર્યા હોવાના સમાચાર મળી રહ્યા હતા પરંતુ હવે ભારતના કર્ણાટકના નવીન શેખરઅપ્પા નામના વિદ્યાર્થીનું પણ મોત થયું છે. રશિયાના ગોળીબાર અને બોમ્બ ધડાકામાં એક ભારતીય વિધાર્થીનું મોત થયું છે. યૂક્રેનમાં રશિયાની સેના રહેણાંક વિસ્તારોમાં આક્રમક હુમલા કરી રહી છે.
ભારતીયના.મોતની ખબર સવારની છે પરંતુ વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ જેવી ટ્વીટ કરી જાણકારી આપતા સૌ કોઈની ચિંતા વધી છે.