દેશમાં ૨૩ ઓગસ્ટની નજીક પીક પર કોરોનાની ચોથી લહેર હશે
નવીદિલ્હી, અંદાજે ૨૩ ઓગસ્ટની નજીક ચોથી લહેર પીક પર હશે. જાે કે, ૨૨ ઓક્ટોબર સુધીમાં તેનો પ્રભાવ સંપૂર્ણ રીતે ધીમો પડી જશે.જાે કે, આ દાવા પર સૂત્ર મોડલથી કોરોનાની સ્થિતિ દર્શાવનાર આઇઆઇટી કાનપુરના વરિષ્ઠ વૈજ્ઞાનિકે હજુ સુધી પોતાની મહોર નથી મારી. તેઓનું કહેવું છે કે, આ રિપોર્ટ તેમનો નથી. આથી તેની પર કોઇ પણ પ્રકારની ટિપ્પણી કરવી એ કદાચ ઉતાવળ ગણાશે.
આઇઆઇટીના ગણિત અને આંકડાશાસ્ત્ર વિભાગના વૈજ્ઞાનિકોએ ગાસિયન વિતરણ પ્રણાલીના આધાર પર કોરોનાની ચોથી લહેરને લઇને મૂલ્યાંકન કર્યું છે. તેઓએ આ મૂલ્યાંકન માટે અવર વર્લ્ડ ઇન ડેટા ડાટ ઓઆરજી નામની વેબસાઇટ પરથી કોરોનાની પહેલી લહેરથી માંડીને અત્યાર સુધીના આંકડાઓનો ડેટા લઇને અભ્યાસ કર્યો છે.
પ્રો. શલભ અને પ્રો. શુભ્રા શંકર ઘરના નિર્દેશનમાં સંશોધક સબરા પ્રસાદ, રાજશે અભ્યાસના આધાર પર ચોથી લહેરની પીકનો સમય નીકાળવા માટે બૂટસ્ટ્રેપ પ્રણાલીનો ઉપયોગ કર્યો છે. જે અનુસાર, કોરોના સંક્રમણનો પ્રથમ કેસ વિશ્વમાં પ્રથમ વખત ડિસેમ્બર ૨૦૧૯માં સામે આવ્યો હતો.
ઝિમ્બાવે અને ભારતમાં ત્રીજી લહેરના આંકડા લગભગ એક સમાન હતાં. વર્તમાનમાં ઝિમ્બાવેમાં ચોથી લહેર શરૂ થઇ ગઇ છે. આ જ કારણોસર ઝિમ્બાવેના ડેટાને આધાર માનીને ટીમે ગાસિયન વિતરણ મિશ્રણ પ્રણાલીનો ઉપયોગ કરીને ભારતમાં ચોથી લહેરનું મૂલ્યાંકન કર્યું છે.
ડૉ. શલભના જણાવ્યાં અનુસાર, આંકડાકીય ગણતરીઓના આધારે એવું જાણવા મળ્યું છે કે, ભારતમાં કોરોનાની ચોથી લહેર પ્રારંભિક ડેટા મળ્યાની તારીખથી લઇને ૯૩૬ દિવસ બાદ આવી શકે છે. એ અનુસાર, ભારતમાં ચોથી લહેર તારીખ ૨૨ જૂન ૨૦૨૨થી શરૂ થવાનું અનુમાન છે.HS