ગોધરા શહેર સહિત પંચમહાલ જિલ્લામાં શ્રધ્ધાભેર મહાશિવરાત્રી પર્વની ઉજવણી
(પ્રતિનિધ) ગોધરા, ગોધરા શહેર સહિત પંચમહાલ જિલ્લામાં શ્રધ્ધાભેર મહાશિવરાત્રી પર્વની ઉજવણી કરવામાં આવી વિવિધ શિવાલયોમાં હર હર મહાદેવના નાદ ગુંજી ઉઠ્યા હતા વહેલી સવાર થી જ શિવ મંદિરો માં શિવ ભક્તોનો ભારે ઘસારો જોવા મળ્યો હતો સાથે ધાર્મિક કાર્યક્રમોનું આયોજન શિવ મંદિરોમાં કરવામાં આવ્યું હતું.
ગોધરા શહેરના ચાંદની ચોક વિસ્તાર માંથી શિવજીની વાજતે ગાજતે પાલખી યાત્રા પણ કાઢવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં શિવ ભક્તો જોડાયા હતા કોરોના કાળના બે વર્ષ બાદ આજે ગોધરામાં નીકળેલી શિવજીની યાત્રા આકર્ષક નું કેન્દ્ર બની હતી.
શિવ આરાધનાના પર્વ મહા શિવરાત્રી ની ઉજવણી ગોધરા શહેર સહિત સમગ્ર પંચમહાલ જિલ્લામાં શ્રધ્ધાભેર કરવામાં આવી હતી દરેક શિવાલયોમાં શિવજીને બીલીપત્રના ફૂલો થી શણગારવામાં આવ્યા હતા શિવરાત્રીના મહા પર્વને લઈને વહેલી સવાર થી જ શિવ ભક્તોનો શિવાલયમાં ભારે ઘસારો જોવા મળ્યો હતો વિવિધ શિવાલયોમાં ધાર્મિક કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવ્યું હતું આજના દિવસે મહાદેવજીની ખાસ પૂજા અર્ચના પણ શિવ ભક્તો દ્વારા કરવામાં આવી હતી.
ગોધરા શહેરના અંકલેશ્વર મહાદેવ,લાલબાગ મંદિર,હોળી ચકલા ખાતે આવેલ ભુવનેશ્વર મહાદેવ,ભુરાવાવ વિસ્તારમાં આવેલ શક્તિનાથ મહાદેવ સહિતના શિવાલયોમાં દિવસભર ૐ નમઃ શિવાયના નાદ ગુંજતા રહ્યા હતા શિવ ભક્તોએ પણ ભાંગ ની પ્રસાદી લઈ ધન્યતા અનુભવી હતી.
કોરોના કાળ ના બે વર્ષને બાદ કરતા દર વર્ષની જેમ આ વર્ષે પણ ગોધરા ના ચાંદની ચોક વિસ્તાર માંથી શિવજી ની પાલખી યાત્રા વાજતે ગાજતે પ્રસ્થાન કરાવવામાં આવી હતી જે શહેરના ચર્ચ,પાંજરાપોળ,લાલબાગ,સહિતના વિસ્તારોમાં ફરી પરત મંદિર ખાતે પહોંચી હતી નીકળેલી પાલખી યાત્રા માં મોટી સંખ્યામાં બ્રહ્મ સમાજના અગ્રણીઓ તથા શિવ ભક્તો જોડાયા હતા વિવિધ શિવાલયોમાં સાંજના મોડી રાત સુધી ધાર્મિક કાર્યક્રમો ચાલ્યા હતા અને મહા શિવરાત્રીના પર્વને લઈને વિવિધ શિવાલયોને રંગબેરંગી લાઈટો થી શણગારવામાં આવ્યા હતા.