રશિયાના હુમલાથી બચવા માટે યુક્રેનના પાંચ લાખ લોકોનુ બીજા દેશોમાં સ્થળાંતર
નવી દિલ્હી, યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા જંગમાં રશિયા દ્વારા થઈ રહેલા મિસાઈલ એટેક અને બોમ્બમારાથી બચવા માટે યુક્રેનના લોકો મોટા પાયે પલાયન કરી રહ્યા છે.
યુએનના કહેવા પ્રમાણે અત્યાર સુધીમાં પાંચ લાખથી વધારે લોકો યુક્રેન છોડીને પાડોશી દેશ પોલેન્ડ, હંગેરી, રોમાનિયા, મોલ્ડોવા, સ્લોવેકિયામાં આશરો લઈ ચુકયા છે.
યુક્રેનના પાડોશી દેશોની બોર્ડર પર કારો અને બસોની લાંબી કતારો જોવા મળી રહી છે.લોકો પોતાના ઘર બાર મુકીને પગપાળા પણ જતા નજરે પડી રહ્યા છે.
બોર્ડર ક્રોસ કરવા માંગતા લોકોમાં હજારો ભારતીય વિદ્યાર્થીઓનો પણ સમાવેશ થઆય છે.દરમિયાન હંગેરીએ પણ હવે શરણાર્થીઓ માટે દરવાજા ખોલ્યા છે.હંગેરીની સરકારે બીન યુક્રેની નાગરિકોને પોતાની રાજધાની સુધી લાવીને તેમના મૂળ દેશોમાં મોકલવાની યોજના બનાવી છે.