યુક્રેન વતી લડવા માંગતા વિદેશીઓને વિઝાની જરુર નથી, તેમનુ સ્વાગત છેઃ પ્રેસિડેન્ટ જેલેન્સ્કી
કીવ, રશિયા અને યુક્રેન વચ્ચેના જંગમાં યુક્રેન વતી લડવા માંગતા વિદેશીઓને યુક્રેનમાં આવાવ માટે વિઝાની જરુર નથી તેવી જાહેરાત યુક્રેન પ્રેસિડેન્ટ જેલેન્સ્કીએ કરી છે.
જ્યાં સુધી યુક્રેનમાં ઈમરજન્સીની સ્થિતિ છે ત્યાં સુધી આ ઓર્ડર અમલમાં રહેશે અને રાષ્ટ્રપતિએ તંત્રને તેનો અમલ આજથી જ કરવા માટે આદેશ આપ્યો છે.માત્ર આ આદેશ આક્રમણ કરી રહેલા દેશ રશિયાના નાગરિકો માટે લાગુ નહીં પડે.
પશ્ચિમના દેશોના ઘણા લોકો યુક્રેન વતી લડવાની ઈચ્છા વ્યક્ત કરી રહ્યા છે અને તેમના માટે યુક્રેન દ્વારા એક અલગ લશ્કરી યુનિટ બનાવવામાં આવ્યુ છે.રાષ્ટ્રપતિ જેલેન્સ્કીએ કહ્યુ હતુ કે, જે પણ વિદેશીઓ રશિયાના આક્રમણકારીઓ સામે લડવા માંગતા હોય અને યુક્રેનની પડખે ઉભા રહેવા માંગતા હોય તેમનુ સ્વાગત છે.