Western Times News

Gujarati News

ડાબી બાજુ ટ્રેકમાં વાહન ઉભા રાખતા ચાલકો ક્યારે સુધરશે?!

પ્રતિકાત્મક

(પ્રતિનિધિ દ્વારા)અમદાવાદ, અમદાવાદ શહેરમાં મહત્ત્વના ચાર રસ્તાઓ પર ટ્રાફિક વ્યવસ્થા જળવાઈ રહે એ માટે ટ્રાફિક પોલીસ તરફથી પ્લાસ્ટીકના ટેમ્પરરી ડીવાઈડર ઉભા કરવામાં આવ્યા છે. પ્રભાત ચોક પર એક રસ્તો સીધો સોલા ભાગવત જાય છે તેના તરફનો ટ્રાફિક સરળતાથી આગળ વધે એ માટે એક તરફના રોડને બે ભાગમાં વહેંચી દેવાયો છે.

એક ભાગમાંથી કે કે નગર તરફ જવાય અને બીજા માર્ગેથી ટ્રાફિક ચાણક્યપુરી બ્રિજ પર જાય. એવી જ રીતે ચાણકયપુરી બ્રિજ પરથી ઉતરીને સીધા રન્નાપાર્ક તરફ જતાં માર્ગ ઉપર કામચલાઉ પ્લાસ્ટીકના ડીવાઈડર મુકાયા છે. જેને ડાબી બાજુ વળવુ હોય અનેે કે કેે નગર તરફ જવુ હોય એના માટે લફટ ટર્નિૃંગ માટે જગ્યા ખાસ્સી એવી રાખી છે.

પરંતુ આપણા વાહનચાલકોને એટલી બધી ઉતાવળ હોય છે કે તેઓ ડાબા બાજુના ડીવાઈડરમાંથી વાહન કાઢીને જમણી બાજુ વાળી સીધા રસ્તે લઈ લે છે. નાના વાહનો કાઢે તો હજુ સમજી શકાય, પરંતુ લાલ બસના ડ્રાઈવરો પણ ઘણી વખત આવી રીતે ખેલ ખેલી નાંખે છે.

ડાબી બાજુ વળવા માટેની કોઈ જગ્યા રાખતુ નથી. એમાંય જાે હોર્ન વગાડો તો ગમે નહી. ઘણી વખત તો બોલાચાલી પણ થઈ જતી હોય છે. સીધા જવાવાળા ડાબાી બાજુ વ ળવાના ટ્રેકમાં વાહન ઉભુ રાખી દે છે. પાછા કેમેરામાં આવી જવાના ડરે કોઈ આગળ વધે પણ નહી.

એટલે કે ડાબી બાજુ વળવાવાળાને ફરજીયાત સીધી લાઈનને ગ્રીન સિગ્નલ મળે ત્યાં સુધી ટ્રાફિકમાં અટવાઈ રહેેવુ પડે છે. આવુ તમામ ચાર રસ્તે થાય એટલે સમયસર નીકળવાવાળો વ્યક્તિ કામના ટાઈમે મોડો પડે અગર તો ટ્રાફીક પોલીસે ડાબા બાજુના ટ્રેકમાં ઉભેલાઓ સામે દંડનાત્મક કાર્યવાહી કરવી પડે તેમ છે.નહીં તો કોઈ સુધારો થશે નહી. કાયમ ટ્રાફિક પોલીસનો વાંક કાઢનારાઓ વાહનચાલકોનો વાંક કેમ કાઢતા નથી??! એવો પ્રશ્ન પૂછાઈ રહ્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.