ડાયાલીસીસ સિંગલ યુઝ એન્ડ બ્લડ ફ્યુઝનને ફરજિયાત કરનારું ગુજરાત દેશનુ પ્રથમ રાજ્ય – રાજ્ય આરોગ્યમંત્રી
(પ્રતિનિધિ) દાહોદ, આરોગ્યમંત્રી ઋષિકેશભાઈ પટેલએ દેવગઢ બારીયાના સરકારી હોસ્પીટલ ખાતે નવા અદ્યતન ડાયાલિસિસ વિભાગનું આજે વડનગર ખાતેથી ઇ-લોકાર્પણ કર્યું છે. રાજ્ય આરોગ્યમંત્રી શ્રીમતી નિમિષાબેન સુથાર દેવગઢ બારીયાથી વડનગર ખાતેના કાર્યક્રમમાં વર્ચ્યુઅલી જાેડાયા હતા. તેમજ દાહોદ જિલ્લાના નવા ૧૨ આરબીએસકે વાહનોને ફલેગ ઓફ કરીને પ્રારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે આરોગ્ય રાજયમંત્રી શ્રીમતી સુથારે જણાવ્યું કે, રાજ્યના ગરીબમાં માણસને ઉત્તમ આરોગ્ય સુવિધા મળી રહે એ માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે.
તેમણે જણાવ્યું કે, ડાયાલીસીસ સિંગલ યુઝ એન્ડ બ્લડ ફ્યુઝનને ફરજિયાત કરનારું ગુજરાત દેશનુ પ્રથમ રાજ્ય છે. પ્રધાન મંત્રી નરેન્દ્રભાઇ મોદીના જન આરોગ્ય સુખાકારી માટેના સંકલ્પ સાથે વન ગુજરાત, વન ડાયાલીસીસના શુભ સંકલ્પ સાથે રાજ્ય સરકાર કામ કરી રહી છે. ગરીબમાં ગરીબ માણસને સ્થાનિક સ્તરે તમામ આરોગ્ય સેવાઓ મળતી થઇ છે. સર્વે સન્તુ નિરામયાની ભાવના સાથે રાજ્ય સરકાર આરોગ્ય સેવાઓ સામાન્ય માણસ સુધી પહોંચતી કરી છે.
તેમણે કહ્યું કે, દુનયાની સૌથી મોટી આરોગ્ય સેવા આયુષ્યમાન મા યોજના થકી દેશના ૮૦ લાખ કુંટુંબોને મળી રહી છે. ગરીબ માણસ ગંભીર બિમારીથી પીડાય તો હોય તેણે પૈસાની ફિકર કરવાની રહેતી નથી. રાજ્યમાં પણ આરોગ્ય સુખાકારી ગરીબમાં ગરીબ માણસ સુધી પહોંચતી કરવામાં આવી છે.