એરપોર્ટ વજનની ચકાસણી નહીં થતાં પેસેન્જરોને નુકશાન
(એજન્સી)અમદાવાદ, અમદાવાદ ઈન્ટરનેશનલ અને ડોમેસ્ટીક એરપોર્ટ પર તોલમાપ વિભાગ દ્વારા વજનમાપની ચકાસણી ન થતા પેસેન્જરોને નુકશાન વેઠવું પડે છે.
આ અંગે રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષાના ચેરમેન જશંવતસિંહ વાઘેલાએ કહયું કે, પેસેન્જરોના લગેજ બેગ વજન કરવાના ઈલેકટ્રોનીક વેઈગ સ્કેલ્સ ઘણીવાર વધુ વજન બતાવે છે. તેથી પેસેન્જરોને વધારાનો ચાર્જ ચુકવવો પડે છે કે પછી ચીજવસ્તુઓ કાઢતાં તકલીફ પડે છે.
વર્ષમાં એક વખત વેરીફીકેશન બાદ ફરી સ્ટાન્ડર્ડ વજનોથી ઈન્સ્પેકટર બાદ ફરી સ્ટાન્ડર્ડ વજનોથી ઈન્સ્પેકટર દ્વારા ઓચિંતી તપાસણીઓ સ્કેલન્સના કરાતાં નથી. જેના લીધે ખોટું વજન દર્શાવતા વેઈગ સ્કેલન્સથી પેસેન્જરો છેતરાયા છે. પેસેન્જરોના હિતમાં તોલમાપ વિભાગ સમક્ષ ચકાસણી કરવા માટે લેખીત રજુઆત કરી માગ કરાઈ છે.