ભારતીય વિદ્યાર્થીના મોત બાદ વિદેશ મંત્રાલય કડક
અમદાવાદ, રશિયા યુક્રેન યુદ્ધમાં એક ભારતીય વિદ્યાર્થીના મોતની પુષ્ટી વિદેશ મંત્રાલયે કરી છે. યુક્રેનમાં બોમ્બ વિસ્ફોટમાં એક ભારતીય વિદ્યાર્થીનું મોત થયું છે. વિદેશ મંત્રાલયે આ વાતની પુષ્ટિ કરી છે. મળતી માહિતી મુજબ આ વિદ્યાર્થી કર્ણાટક રાજ્યનો છે અને યુક્રેનના ખાર્કિવમાં થયેલા ફાયરિંગમાં તેનું મોત થયું છે. જાેકે હવે યુક્રેન-રશિયા સંઘર્ષમાં ભારતીય વિદ્યાર્થીના મોત બાદ ભારતીય વિદેશ મંત્રાલય કડક ફેંસલો લેવા જઇ રહ્યું છે.
ખાર્કિવ ગોળીબારમાં ભારતીય વિદ્યાર્થીના મોત બાદ ભારતે રશિયા અને યુક્રેનના રાજદૂતોને બોલાવ્યા છે. ભારતે ખાર્કિવ અને સંઘર્ષના અન્ય વિસ્તારોમાંથી ભારતીયોને સુરક્ષિત માર્ગ પ્રદાન કરવાની તેની માંગનો પુનર્વિચાર કર્યો છે. આ શાથે જ પીએમ નરેન્દ્ર મોદીઆ સ્થિતિને પહોંચી વળવા અને દેશના નાગરિકોને સહી સલામત પરત લાવવા માટે મોટો ર્નિણય લઇ શકે છે. મોદીએ આ માટે ભારતીય સેનાને આદેશ આપ્યો છે.
અત્યાર સુધીમાં યુક્રેનમાં ફસાયેલા લગભગ એક હજાર ભારતીયોને પોલેન્ડ, હંગેરી, રોમાનિયા થઈને લાવવામાં આવ્યા છે, પરંતુ હજુ પણ હજારો ભારતીયો ત્યાં ફસાયેલા છે. યુક્રેનમાં ૨૦ હજારથી વધુ ભારતીયો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ભારતીય વાયુસેનાના ઘણા સી-૧૭ એરક્રાફ્ટ આજે ઓપરેશન ગંગા હેઠળ ઉડવાનું શરૂ કરી શકે છે.
હવે રશિયન હુમલામાં ૩૫૨ યુક્રેનિયનોએ જીવ ગુમાવ્યો છે, જેમાં ૧૬ બાળકો પણ સામેલ છે. યુક્રેનિયન રાજદ્વારીએ યુએનજીએની બેઠકમાં આ વિશે માહિતી આપી હતી. યુક્રેને દાવો કર્યો છે કે આ લડાઈમાં અત્યાર સુધીમાં લગભગ ૫,૩૦૦ રશિયન સૈનિકો માર્યા ગયા છે. યુક્રેનની સેનાએ લગભગ ૧૫૧ ટેન્ક, ૨૯ એરક્રાફ્ટ અને ૨૯ હેલિકોપ્ટરનો નાશ કર્યો છે.
ખાર્કિવમાં આજે આ હુમલામાં એક ભારતીય વિદ્યાર્થીનું મોત થયું છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ ટ્વીટ કર્યું, “ખૂબ દુઃખ સાથે અમે પુષ્ટિ કરીએ છીએ કે, આજે સવારે ખાર્કિવમાં ગોળીબારમાં એક ભારતીય વિદ્યાર્થી માર્યો ગયો છે. મંત્રાલય તેના પરિવારના સંપર્કમાં છે. અમે પરિવાર પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરીએ છીએ.”
બ્રિટિશ સંરક્ષણ મંત્રાલયે કહ્યું છે કે, રશિયન દળોએ યુક્રેનની રાજધાની કીવના ઉત્તરી ભાગ, અન્ય શહેર ખાર્કિવ અને ચેર્નિહિવમાં હુમલા તેજ કર્યા છે અને ગીચ વસ્તીવાળા વિસ્તારોમાં તોપોનો ગોળીબાર કરી રહ્યા છે. રશિયન હુમલામાં યુક્રેનના ૭૦ સૈનિકો માર્યા ગયા છે.
યુક્રેનમાં હાજર ભારતીય દુતાવાસ તરફથી કહેવામાં આવ્યું છે કે, ટ્રેન કે પછી જે પણ ટ્રાન્સપોર્ટનાં સાધન મળે તેમાં બેસીને કીવથી આજે જ ભારતીયો નીકળી જાય.SSS