Western Times News

Gujarati News

“નવીનતમ વસ્તુઓનું નિર્માણ કરતાં અનેક ઉધોગોને એક છત્ર હેઠળ આવરી લેવામાં આવશે”

અવેરનેસ પ્રોગ્રામ ફોર યંગ એન્ટરપ્રિન્યોર્સ ઓફ ગુજરાત – સેમિનારનું આયોજન કરવામાં આવ્યું.

જીલ્લા ઉદ્યોગ કેન્દ્ર અમદાવાદ દ્રારા MSME ગવર્મેન્ટ ઓફ ગુજરાત હેઠળ કાર્યરત માઈક્રો,સ્મોલ અને મિડીયમ એન્ટરપ્રાઈઝમા નાના મોટા ઉધોગો કરતા લોકોને સાથે રાખીને એક સેમિનારનું આયોજન AMA ખાતે કરવામાં આવ્યું હતું.
વિશેષ ઉપસ્થિત રહેલા

ઉદ્યોગમંત્રીશ્રી જગદીશભાઇ વિશ્વકર્માએ આ પ્રસંગે જણાવ્યું હતું કે ” યુવા શક્તિઓને આગળ લાવવા અને તેમનામાં રહેલી ઈચ્છાને પરિપૂર્ણ કરવા માટે રાજ્ય સરકાર હંમેશા પ્રયત્નશીલ છે. કોઇપણ નાના મોટા વ્યવસાયને શરૂ કરીને મોટી વિકસિત કંપની બનાવવા સુધીમાં અનેક વ્યક્તિઓનો ખુબ મોટો ફાળો તેમાં રહેલો હોય છે.

હાલ ગુજરાતમાં ઔદ્યોગિક ક્ષેત્રે ઘણી ઉજળી તકો રહેલી છે. નવીનતમ ટેકનોલોજી અને બ્રેઇન હવે અહી વિકસિત થઈ રહ્યું છે. ત્યારે ઘરઆંગણે કે સમૂહમાં વ્યવસાય કરતા અનેક વ્યવસાયકારોને માર્કેટિંગ આપવા માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ બની રહી છે.

આપણા વડીલો તેમના સમયમાં ઉદ્યોગ ક્ષેત્રે જે સંશોધનો,ઉત્પાદન અને વેચાણ કરતા હતા તેને સ્ટાર્ટ-અપ કહી શકાય. તેમ જણાવતા મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે અત્યારે ગુજરાતમાં અનેક યુવાનો ભણતરની સાથો-સાથ હવે નવા આઇડિયા સાથે નવું સંશોધન કરતા થયા છે જેઓને ગુજરાત સરકારની MSME હેઠળની સહાયકીય સ્કીમનો લાભ મળી રહે તે હેતુથી આ બધા ઇનોવેટરને એક છત્ર હેઠળ એકત્રિત કરવાનો અનુરોધ મંત્રીશ્રીએ કર્યો હતો.

અત્યાર સુધી આપણે અમુક વસ્તુઓ વિદેશોથી આયાત કરવી પડતી હતી પરંતુ હવે તે નવા નવા ઇનોવેશન દ્વારા આપણે ત્યાં બની રહી છે ત્યારે તે પ્રોડક્ટ ક્વોલીટી ધરાવતી હશે તો હવે તેને આપણે નિકાસ પણ કરી શકીશું તેમ મંત્રીશ્રી એ ઉમેર્યું હતું.

રાજ્ય સરકારની ઔદ્યોગિક નીતિ અન્વયે MSME એકમો માટેની ગુજરાત સરકારની વિવિધ પ્રોત્સાહન યોજનાઓની જાણકારી અને MSME અને INOVATION STARTUP શરૂ કરવા ક્ષેત્રે તથા ટેકનોલોજીના બદલાવ સાથે કયો વ્યવસાય શરું કરવો? તેનુ આર્થિક ભંડોળ ક્યાંથી એકત્ર કરવું? તથા તેની માળખાકીય સુવિધાઓ કઈ રીતે પ્રાપ્ત કરવી તે અંગે નિષ્ણાતો દ્વારા વિસ્તૃત જાણકારી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

આ પ્રસંગે શ્રી રણજીતકુમાર જે. (આઇએએસ) એમએસએમઇ કમિશનરશ્રી,શ્રી એ. બી. પંચાલ, (નિવૃત્ત આઇએએસ), શ્રી પૂર્વિકભાઇ પંચાલ – ડાયરેક્ટર, ટેકનીકલ એન્ડ સેલ્સ-શ્રી રામ ટેક્ષટાઇલ, શ્રી અરવિંદભાઇ પંચાલ – ચેરમેનશ્રી, એપ્શન મોટર ઇન્ડીયા પ્રા.લી,

શ્રી સુબોધભાઇ પંચાલ – મેનેજીંગ પાર્ટનર-કાસ્ટવેલ,શ્રી અનુપમ જલોટે આઇક્રીએટના સીઇઓ,શ્રી આર. ડી. બારહટ, સંયુક્ત ઉદ્યોગ કમિશનરશ્રી જીલ્લા ઉદ્યોગ કેન્દ્ર, અમદાવાદ, શ્રી ભાવીન પંડ્યા – સીઇઓ, એસવી ઇનોવેશન ફાઉન્ડેશન એન્ડ ડીન ફેકલ્ટી ઓફ મેનેજમેન્ટ-કડી સર્વ વિશ્વવિદ્યાલય, શ્રી વિવેક ઓગરા – ટેકનીકલ એક્ષપર્ટ તથા આ ક્ષેત્ર સાથે સંકળાયેલા ઔદ્યોગીક એકમો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.