Western Times News

Gujarati News

તાજ મહેલમાં પાક.ના નારા લગાવનારની પબ્લિકે ધોલાઇ કરી

નવી દિલ્હી, મુઘલ બાદશાહ શાહજહાંના ત્રણ દિવસીય ૩૬૭માં ઉર્સના ત્રીજા દિવસે એક વ્યક્તિએ પાકિસ્તાનની તરફેણમાં સૂત્રોચ્ચાર કરતાં અરાજકતાનો માહોલ સર્જાયો હતો.

મંગળવારે શાહજહાંના ઉર્સના અવસર પર એક વ્યક્તિએ તાજમહેલ સંકુલમાં પાકિસ્તાન ઝિંદાબાદના નારા લગાવ્યા હતા, જેના પર ત્યાં હાજર ભીડે આરોપીને પકડી લીધો અને ઢોર માર માર્યો હતો. અરાજકતાનું વાતાવરણ જાેઈને સીઆઈએસએફના સુરક્ષાકર્મીઓ ત્યાં પહોંચી ગયા હતા અને ભીડે તેને સીઆઈએસએફને સોંપી દીધો હતો.

કહેવામાં આવી રહ્યું છે કે સુરક્ષાકર્મીઓએ પણ તેને સ્થળ પર જ માર માર્યો હતો. મીડિયા રિપોર્ટ અનુસાર ઘટના મંગળવાર સાંજની છે, જ્યારે ઉર્સ નિમિત્તે તાજમહેલમાં ફ્રી એન્ટ્રીના કારણે ભીડ હતી અને તાજમહેલના પૂર્વ અને પશ્ચિમી દરવાજા પર લાંબી કતારો હતી.

તાજમહેલની મુખ્ય મકબરા પર પણ સેંકડો લોકોની ભીડ એકઠી થઇ હતી. ત્યારબાદ ભીડમાં એક વ્યક્તિએ મુખ્ય કબર પર પાકિસ્તાન ઝિંદાબાદના નારા લગાવ્યા હતા. આ સાંભળીને ટોળાએ સૂત્રોચ્ચાર કરનાર વ્યક્તિને પકડી લીધો અને માર માર્યો હતો.

આ પછી CISFએ આરોપી યુવકને કસ્ટડીમાં લીધો હતો. જણાવી દઈએ કે મુગલ બાદશાહ શાહજહાંનો ત્રણ દિવસીય ૩૬૭મો ઉર્સ ૨૭ ફેબ્રુઆરીથી ઉજવવામાં આવી રહ્યો છે અને આ દરમિયાન તાજમહેલના મુખ્ય ગુંબજની નીચે ભોંયરામાં આવેલી મુમતાઝ અને શાહજહાંની કબરોને ખોલવામાં આવી હતી. લોકો ઉર્સ દરમિયાન પ્રવાસીઓની એન્ટ્રી ફ્રી હતી.

આ વખતે શાહજહાંનો ઉર્સ ૨૭ ફેબ્રુઆરી, ૨૮ ફેબ્રુઆરી અને ૧ માર્ચે હતો. જણાવી દઇએ કે, ભૂતકાળમાં શાહજહાંના ઉર્સમાં પાકિસ્તાન તરફી નારા લગાવવાની ઘટનાઓ બની ચૂકી છે. બે વર્ષ પહેલા રોયલ ગેટથી ચાદરપોશી દરમિયાન તાજગંજના યુવાનોએ સૂત્રોચ્ચાર કર્યા હતા. ત્યારબાદ યુવકો ભીડનો ફાયદો ઉઠાવીને ભાગી ગયા હતા. તેવામાં તાજગંજના લોકોએ માફી માંગીને મામલો થાળે પાડ્યો હતો. આ વખતે પણ પ્રવાસીઓએ CISFને કહ્યું છે કે ફિરોઝાબાદનો યુવક અન્ય યુવક સાથે સૂત્રોચ્ચાર કરીને ભાગી ગયો હતો.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.