આંધ્રપ્રદેશમાં દેવીની પ્રતિમાને ૪ કિલો સોનુઃ ર કરોડની ચલણી નોટના શણગાર
વિશાખાપટ્ટનમ, હાલ દેશમાં નવરાત્રિના તહેવારની ધૂમ મચી હતી, ત્યારે દેશના ખૂણેખૂણામાં માતા દુર્ગાની પ્રતિમા સજાવવામાં આવી છે. તેમાં આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં દુર્ગા માતાની પ્રતિમાની ૪ કિલો સોનું અને ર કરોડ રૂપિયાની ચલણી નોટથી સજાવટ કરાઈ છે. કરોડો રૂપિયાની આ પ્રતિમાના દર્શને દૂર દૂરથી લોકો આવી રહ્યા છે.
વિશાખાપટ્ટનમમાં કન્યાકા પરમેશ્વરી મંદિરમાં દુર્ગાષ્ટમીના અવસર પર દેવીની પ્રતિમા અને મંદિરને ઈન્ટીરિયરથી ડેકોરેટ કરાયા હતા. ખાસ વાત એ છે કે આ પ્રતિમાને ૪ કિલો સોનુ અને ર કરોડની કરન્સી નોટથી શણગારવામાં આવી હતી.
મૂર્તિની ચારે બાજુ કરન્સી નોટની માળા કરાઈ છે અને સોનાની આગળ રખાઈ છે
કુંભમા પણ સોનાના સિક્કા રાખવામાં આવ્યા છે. ૧૪૦ વર્ષે જૂના આ મંદિરને લઈને માન્યતા છે કે પૂજા માટે દેવી અમ્માવારુ સમક્ષ કરન્સી નોટ અને સુવર્ણ રાખવું શુભ માનવામાં આવે છે અને ભાગ્યશાળી સાબિત થાય છે. અલબત, પૂજા પૂરી થયા બાદ પÂબ્લક પાસેથી ઉઘરાવેલી આ રકમ પરત કરવામાં આવે છે આ પૈસા મંદિરના ટ્રસ્ટમાં નથી જતા.