રશિયાના 6000 સૈનિકોના મોત, બીજા હથિયારો પણ તબાહઃ રાષ્ટ્રપતિ જેલેન્સ્કીનો દાવો
કીવ, રશિયા અને યુક્રેન વચ્ચેનો જંગ સાતમા દિવસમાં પ્રવેશી ચુકયો છે.યુક્રેનના રાષ્ટ્રપતિ જેલેન્સ્કીએ મોટો દાવો કરતા કહ્યુ છે કે, પહેલા 6 દિવસમાં રશિયાના 6000 સૈનિકો માર્યા ગયા છે.
તેમણએ કહ્યુ હતુ કે, રશિયા ક્યારેય યુક્રેન પર બોમ્બ અને હવાઈ હુમલા કરીને કબ્જો નહીં કરી શકે.કીવ પર જે રીતે હુમલો થઈ રહ્યો છે તે જોતા લાગે છે કે, રશિયામાં બેઠેલા કેટલાક લોકોને કીવ અંગે અને યુક્રેનના લોકોના ઈતિહાસ અંગે કોઈ જાણકારી નથી.આ લોકોએ રશિયાની સેનાને આદેશ આપેલો છે કે, યુક્રેનના ઈતિહાસ અને યુક્રેનના અસ્તિત્વને ખતમ કરી નાંખો.
બીજી તરફ યુક્રેનના સંરક્ષણ મંત્રાલયે કહ્યુ હતુ કે, અત્યાર સુધીમાં રશિયાની 211 ટેન્કો, 862 બખ્તરિયા વાહનો, 85 તોપો, 40 રોકેટ લોન્ચર સિસ્ટમ તબાહ કરી દેવાયી છે.રશિયાના 30 વિમાનો તેમજ 31 હેલિકોપ્ટર તોડી પાડવામાં આવ્યા છે.આ સિવાય 3 રશિયન ડ્રોન, 60 ફ્યુલ ટેન્કર અને બીજા 335 વાહનો પણ બરબાદ કરી દેવાયા છે.રશિયાની 9 એન્ટી એરક્રાફ્ટ સિસ્ટમ પણ બરબાદ થઈ ચુકી છે.
યુક્રેનના ઘણા નાગરિકો પણ રશિયાને ટ્કકર આપવા માટે યુક્રેનમાં રોકાઈ ગયા છે જ્યારે મોટાભાગે મહિલાઓ અને બાળકો દેશ છોડીન બીજા દેશમાં આશરો લઈ ચુકયા છે.અત્યાર સુધી 6.75 લાખ યુક્રેની નાગરિકો દેશ છોડી ચુકયા છે.