વધેલી તાકાતને કારણે ભારત યુક્રેનમાંથી ભારતીયોને પાછા લાવી શક્યુંઃ મોદી
નવીદિલ્હી, પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે ભારતની વધી રહેલી તાકાતને કારણે આજે અમારી સરકાર યુક્રેનમાંથી ભારતીયોને બચાવવા સક્ષમ થઈ શકી છે.
તેમણે કહ્યું કે યુક્રેનમાંથી બાકીના ભારતીયોને પાછા લાવવા માટે સરકાર કોઈ કસર નહીં છોડે. મોદીએ કહ્યું કે આજે દુનિયામાં ભારતની શક્તિ વધી રહી છે અને તેને કારણે આજે આપણે યુક્રેનમાંથી ભારતીયોને પાછા લાવી રહ્યાં છે.
પીએમ મોદીએ કહ્યું કે યુક્રેનમાંથી ભારતીયોને પાછા લાવવા માટે સરકારે ઓપરેશન ગંગા શરુ કર્યું છે અને ચાર મંત્રીઓને પણ ત્યાં મોકલાયા છે. આ બધુ ભારતની વધી રહેલી શક્તિને કારણે શક્ય બન્યું છે.સેનાની હિંમત અને મેક ઈન ઈન્ડીયા પર શંકા ઉઠાવનાર દેશને મજબૂત ન બનાવી શકેયુપીના સોનભદ્રમાં ચૂંટણી રેલીને સંબોધતા મોદીએ કહ્યું કે જે લોકો આપણી બહાદુર સેનાની હિંમત અને મેક ઈન ઈન્ડીયા પર શંકા ઉઠાવી તેઓ દેશને મજબૂત ન બનાવી શકે.HS