વિધાનસભામાં શોકદર્શક ઉલ્લેખોમાં દિવંગત સભ્યોને ભાવાંજલિ
ગાંધીનગર, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ૧૪મી ગુજરાત વિધાનસભાના દસમાં સત્રના પ્રથમ દિવસે ગૃહમાં શોકદર્શક ઉલ્લેખો રજૂ કરવામાં આવ્યા હતા.
મુખ્યમંત્રીએ વિધાનસભા ગૃહના નેતા તરીકે આ શોકદર્શક ઉલ્લેખોમાં સ્વરસમ્રાજ્ઞી સ્વ. લતા મંગેશકર, ગુજરાત વિધાનસભાના સભ્ય સ્વ. ડૉ. આશાબેન દ્વારકાદાસ પટેલ, ગુજરાત રાજ્યના પૂર્વ રાજ્યકક્ષાના મંત્રી સ્વ. પ્રતાપસિંહ હીરાભાઇ પટેલ, સ્વ. વ્રજલાલ દુર્લભજી જાની, સ્વ. અમૃતલાલ કાળીદાસ પટેલ, સ્વ. ઉપેન્દ્રસિંહ પ્રતાપસિંહ ગોહીલ, ગુજરાત રાજ્યના પૂર્વ સભ્ય સ્વ.અંબાલાલ જયશંકર ઉપાધ્યાય, સ્વ.જગદીશચંદ્રજી દોલજીભાઇ ડામોર, સ્વ. જાેરૂભા જેઠુભા ચૌહાણના અવસાન અંગે દુઃખની લાગણી વ્યક્ત કરી સદગત આત્માઓની શાંતિની પ્રાર્થના કરી હતી.
મુખ્યમંત્રીએ આ દિવંગત સભ્યો તેમજ સ્વરસમ્રાજ્ઞી સ્વ. લતા મંગેશકરની જાહેર જીવનની પ્રતિભા તેમજ જનસેવા-સમર્પણની સરાહના કરી હતી. વિધાનસભાગૃહના અધ્યક્ષ ડૉ.નિમાબેન આચાર્ય તેમજ મંત્રીમંડળના મંત્રીશ્રીઓ, વિપક્ષના નેતા સુખરામભાઇ રાઠવા અને ધારાસભ્યોએ પણ આ દિવંગત આત્માઓને ભાવાંજલિ આપી હતી. સભાગૃહે આ સૌ દિવંગત આત્માઓના સન્માનમાં બે મિનિટનું મૌન પાળ્યું હતું.HS