બે વાર ભાગી ગયેલી પુત્રીને સ્વિકારવા મહિલાનો ઈનકાર
અમદાવાદ, ગુજરાત હાઈકોર્ટના વકીલો એક મહિલા અરજદારની વાત સાંભળીને મૂંઝવણમાં મૂકાઈ ગયા હતા. મહિલાએ બોયફ્રેન્ડ સાથે ભાગી ગયેલી દીકરીની સુરક્ષાની ચિંતા વ્યક્ત કરીને તેને શોધવા માટે ખૂબ મહેનત કરી હતી. અને જ્યારે તે દીકરી મળી ગઈ ત્યારે મહિલાએ તેને ત્યજી દીધી. જે જાેઈને હાઈકોર્ટના કર્મચારીઓ પણ ચોંકી ગયા હતા.
કેસની વિગતવાર વાત કરીએ તો, સાબરકાંઠા જિલ્લાના ઈડર શહેરમાં ૧૨મા ધોરણમાં અભ્યાસ કરતી એક છોકરીનો આ કેસ છે. તે પોતાના બોયફ્રેન્ડ સાથે બે વાર ભાગી ગઈ હતી. જ્યારે તેઓ મળ્યા ત્યારે બોયફ્રેન્ડની પોસ્કો એક્ટ હેઠળ ધરપકડ કરવામાં આવી હતી.
જ્યારે તેને જામીન મળ્યા તો તેઓ ફરી એકવાર ભાગી ગયા હતા. દીકરી બીજી વાર ભાગી ગઈ તો મહિલાએ ઓક્ટોબર ૨૦૨૧માં મદદ માટે હાઈકોર્ટના દરવાજા ખખડાવ્યા હતા અને આરોપ મૂક્યો હતો કે તેમની દીકરીને ગેરકાયદેસર રીતે બંધક બનાવવામાં આવી છે.
હાઈકોર્ટના હસ્તક્ષેપ પછી ફરી એકવાર દીકરીને શોધી કાઢવામાં આવી હતી. ૨૮મી જાન્યુઆરીના રોજ જ્યારે તેને કોર્ટ સમક્ષ હાજર કરવામાં આવી ત્યારે અરજદાર મહિલા હાજર નહોતા.
આગામી સુનાવણી દરમિયાન અરજદાર માતા અને તેમના દીકરાએ ફરિયાદ કરી કે પોલીસે તેમના પરિવારને આ બાબતે જાણકારી નહોતી આપી. જાે કે અહીં ચોંકાવનારી વાત એ છે કે તેઓ મેહસાણાના મહિલા સુરક્ષા ગૃહમાં રાખવામાં આવેલી પોતાની દીકરીને મળવા પણ નહોતા ગયા. કોર્ટે અરજદાર મહિલાના અયોગ્ય વર્તણૂકની નોંધ લીધી.
ગત સપ્તાહમાં જ્યારે કોર્ટમાં દીકરીને હાજર કરવામાં આવી ત્યારે તેના માતા અને ભાઈ પણ હાજર હતા. દીકરીએ કોર્ટને જણાવ્યું કે તે પ્રોટેક્શન હોમમાં રહેવા નથી માંગતી. તે પોતાના ઘરે પરિવાર સાથે રહેવા માંગે છે અને અભ્યાસ પૂરો કરવા માંગે છે.
જાે કે મહિલા પોતાની દીકરીને પાછી લઈ જવા નહોતા માંગતા. તેમણે દીકરીને સ્વીકારવાનો ઈનકાર કરી દીધો અને સિસ્ટમ વિરુદ્ધ ફરિયાદો કરતા રહ્યા. કોર્ટે ટિપ્પણી કરી કે, મહિલાનું પોતાની દીકરી પ્રત્યેનું આ વર્તન જાેઈને અમને ઘણું દુઃખ થઈ રહ્યું છે. કોર્ટ માટે આ વ્યવહાર અગમ્ય છે.
બીજી બાજૂ અરજદાર મહિલા અને તેમના વકીલ પોલીસ દ્વારા કરવામાં આવેલી તપાસ સામે ફરિયાદ કરી રહ્યા હતા. તેમની ફરિયાદ છે કે પીડિતાને મેડિકલ તપાસ માટે કેમ મોકલવામાં ના આવી. પોલીસ દ્વારા કોર્ટમાં દલીલ કરવામાં આવી કે પીડિતાએ મેડિકલ તપાસની ના પાડી હતી. આ સાંભળીને કોર્ટેટીકા કરતાં કહ્યું કે, પોકસો કેસમાં પીડિતાની નહીં તેના માતા-પિતાની મંજૂરી લેવાની હોય છે.
મહિલાએ પોતાની દીકરીને સ્વીકારવાની ના પાડી દેતાં હોઈકોર્ટે સીનિયર એડવોકેટ શાલિન મહેતાની સલાહકાર તરીકે નિમણૂક કરી અને મહિલા તેમજ તેમના દીકરાને સમજાવવાનું કામ સોંપ્યું.
કોર્ટે જણાવ્યું કે, કોર્ટ પાસે એવી સત્તા છે કે તે મહિલાને આદેશ આપે કે પોતાની દીકરીને ઘરે લઈ જાય અને તેનું ધ્યાન રાખે. પરંતુ અમે અમારો ર્નિણય થોપવાને યોગ્ય નથી સમજતા. આ સ્થિતિમાં સમજાવવાથી કામ લેવું જરૂરી છે. અત્યારે કોર્ટે દીકરીને પ્રોટેક્શન હાઉસમાં મોકલી છે.SSS