Western Times News

Gujarati News

રાજ્યમાં આજે કોરોનાના નવા ૧૧૬ કેસ સામે આવ્યા

ગાંધીનગર, રાજ્યમાં આજે કોરોનાના નવા ૧૧૬ કેસ સામે આવ્યા હતા. તો બીજી તરફ ૩૩૪ દર્દીઓ રિકવર પણ થયા હતા. અત્યાર સુધીમાં કુલ ૧૨,૧૦,૫૪૫ દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે. જેના પગલે કોરોનાથી સાજા થવાનો દર પણ સુધરીને ૯૮.૯૯ ટકાએ પહોંચી ચુક્યો છે. તો બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં આજે રસીના કુલ ૭૯,૪૬૧ ડોઝ આપવામાં આવ્યા હતા.

એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ કુલ ૧૪૨૮ એક્ટિવ કેસ છે. જે પૈકી ૧૪ નાગરિકો વેન્ટીલેટર પર છે. જ્યારે ૧૪૧૪ નાગરિકો સ્ટેબલ છે. ૧૨,૧૦,૫૪૫ નાગરિકો સ્ટેબલ થઇ ચુક્યાં છે. ૧૦૯૩૩ નાગરિકોનાં અત્યાર સુધીમાં મોત થઇ ચુક્યાં છે. આજે કોરોનાને કારણે કુલ ૧ વ્યક્તિનું મોત નિપજ્યું છે. જેમાં એક મોત વડોદરા કોર્પોરેશનમાં થયું છે.

રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં આજે હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર પૈકી ૧૬ ને પ્રથમ અને ૧૫ ને રસીનો બીજાે ડોઝ અપાઇ ચુક્યો છે.

૪૫ વર્ષથી વધારેની ઉંમરના ૧૩૦૦ ને પ્રથમ જ્યારે ૪૬૭૮ ને રસીનો બીજાે ડોઝ અપાયો હતો. ૧૮-૪૫ વર્ષના નાગરિકો પૈકી ૫૬૫૯ ને રસીનો પ્રથમ જ્યારે ૨૬૭૦૬ ને રસીનો બીજાે ડોઝ અપાયો હતો. ૧૫-૧૮ વર્ષના નાગરિકો પૈકી ૧૨૨૨ ને પ્રથમ જ્યારે ૨૯૧૮૫ ને રસીનો બીજાે ડોઝ અપાયો હતો. ૧૦૬૮૦ ને પ્રિકોર્શન ડોઝ અપાયા હતા. આ પ્રકારે કુલ ૭૯,૪૬૧ કુલ ડોઝ અપાયા હતા. અત્યાર સુધીમાં કુલ ૧૦,૩૦,૯૪,૮૨૬ રસીના ડોઝ અપાઇ ચુક્યાં છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.