વેજાઈનલ ઈન્ફેક્શન:સાવચેતી નહીં રાખો તો ખૂબ હેરાન થશો
યોનિમાં ચેપ લાગવો એક સામાન્ય ફરિયાદ છે. તે બાળકીથી લઈને મોટી ઉંમરની સ્ત્રીને થઈ શકે છે. યોનિ ચેપને મોટા ભાગની સ્ત્રીઓ ગંભીરતાથી લેતી નથી, પરંતુ કેટલીક વાર નાના પ્રકારની બીમારી ગંભીર સ્વરૂપ પકડી શકે છે માટે તેની ઉપેક્ષા કરવાનું બરાબર નથી.
આમાં ઘરગથ્થુ ઉપચાર પણ ન કરવો જાેઈએ.” આ વાત એક જાણીતા સ્ત્રીરોગના નિષ્ણાત કહે છે. યોનિ સંબંધી ચેપનો ખાસ અભ્યાસ તેઓ કરી રહ્યા છે. યોનિ ચેપ અંગેની જાણકારી આપતાં તેઓ કહે છે કે આ ચેપમાં યોનિમાંથી દુર્ગંધ મારતું સફેદ અથવા તો પીળા કે લીલા રંગનો સ્ત્રાવ થાય છે.
ક્યોરક આ પ્રવાહી અત્યંત ઘાટુ હોય છે. હકીકતમાં સફેદ સ્ત્રાવ યોનિની અંદરની દીવાલની મૃત કોશિકામાંથી બહાર આવે છે. કેટલાક ઓર્ગેનિઝમ પણ આ પ્રવાહીમાં હોય છે જેને ડોડરલાઈન્સ બાસિલી કહે છે. આ સંપૂર્ણ રીતે હાનિરહિત હોય છે અને ખાસ કરીને એપેથેલિયમ નામના પદાર્થથી બનેલી યોનિની દીવાલ પર જ હોય છે.
આ દીવાલમાં ગ્લાઈકોઝન નામનો એક પદાર્થ હોય છે. ડોડરલાઈન્સ બાસિલી બનવાથી જે એન્ઝાઈમ નીકળે છે તેની મેળવણીથી ગ્લાઈકોઝન લેક્ટિક એસિડ બને છે. જે યોનિમાં પી.એચ.નું સમતોલન જાળવી રાખે છે. જેનાથી ચેપ લાગતો નથી, પરંતુ જયારે માસિકસ્ત્રાવ અથવા તો સુવાવડ પછી એસ્ટ્રોજન બનવાની ક્રિયા મંદ પડે છે ત્યારે પી.એચ. સંતુલનમાં ગરબડ પેદા થાય છે અને ચેપનો ભય વધી જાય છે.
તેઓ કહે છે કે યોનિને ચેપ લાગવાના ઘણા પ્રકાર છે યોનિ સંક્રમણમાં ફંગલ ઈન્ફેકશન સૌથી ખતરનાક હોય છે. આ કેન્ડિંડા એબ્લીકસ નામની ફૂગના કારણે થાય છે. આ ફૂગ નાના જંતુથી પ્રસરે છે. આ જંતુ ચાદર, તકિયા અથવા સ્વિમિંગ પુલમાં પણ હોય છે જયાં સુધી પી.એચ. સંતુલન બરાબર જળવાઈ રહે, ત્યાં સુધી આવો ચેપ લાગતો નથી.
આ ઉપરાંત ચાલીસ વરસથી ઉપરની વયની સ્ત્રીઓમાં ડાયાબિટીસને કારણે આ ચેપ લાગે છે એટલે માસિક સમયે ઉપયોગમાં લેવાતી દરેક વસ્તુની સફાઈ પર પૂરતું ધ્યાન આપવું જાેઈએ. કયારેક સુવાવડ સમયે ગર્ભાશય બહાર આવી જતું હોય છે ત્યારે ચેપ લાગવાનો સંભવ વધી જાય છે.
આ ઉપરાંત જાે પતિને કોઈ પ્રકારનો ચેપ લાગેલો હોય તો પણ યોનિ માટે ખતરો રહે છે. યોનિમાં ચેપ લાગેલો છે એની જાણ કઈ રીતે થઈ શકે? આની ઓળખ માટે ડોકટરો કહે છે કે વારંવાર પેશાબ થવો, પેશાબ કરતા સમયે ખંજવાળ થવી, શારીરિક સંબંધ દરમિયાન પીડા થવા ઉપરાંત યોનિનો ભાગ લાલ થવો એ તેના સામાન્ય લક્ષણો છે તેમાં સોજાે આવે છે અથવા ચામડી ખંજવાળવાથી ફાટી જાય છે.
આ લક્ષણો પછી ડોકટર પોતાની રીતે ચકાસે છે. તે ડિસ્ચાર્જને સ્લાઈડ પર લઈને તપાસે છે. જાે વારંવાર ઉપચાર કરવા છતાં ચેપ કાબૂમાં ન આવે તો તેને ‘કલ્ચરલ સેન્સવિટી’ કરાય છે. તથા દુરબીનની સહાયથી ગર્ભાશયની તપાસ કરાય છે. ડાયાબિટીસના દર્દીઓમાં પહેલા ડાયાબિટીસ કાબૂમાં લેવામાં આવે છે, ત્યારે ચેપનો નાશ થાય છે.
આ બીમારી માટે કોઈ ચોકકસ ઉમર છે ખરી? આ સવાલના જવાબમાં ડોકટરો કહે છે, ‘ના, નાની બાળકીથી લઈને મોટી ઉંમરની સ્ત્રીને આ રોગ થઈ શકે છે. ચેપ લાગવાનું કારણ શું છે, એ જાણી લેવું વધારે જરૂરી છે. જાે કે દરેક ઉંમરનું કારણ જુદુ જુદી હોય છે. અઢારથી ચોવીસ વરસની વયમાં આ ચેપ વધારે જાેવામાં આવે છે. કારણ આ ગાળામાં માસિક ધર્મ, શારીરિક સંબંધ, બાળકનો જન્મ વગેરે થાય છે.”
આનો ઉપાય શું છે ? તેના જવાબમાં તબીબી કહે છે, ફુગના ચેપમાં ફંગિસાઈડલ ક્રીમ યોનિમાં લગાવવાની સલાહ આપે છે. આ ઉપચાર દસથી પંદર દિવસ ચાલે છે. આ ઉપરાંત જાે ચેપ પુરુષ સાથેના શારીરિક સંબંધથી થયો હોય તો બંનેને દવા લેવાની સલાહ અપાય છે. યોનિની સ્વચ્છતા રાખવી જાેઈએ. યોનિને સેવલોન મિશ્રિત પાણીથી સાફ રાખવી જાેઈએ. ડોકટરની સલાહ વિના સાબુ અથવા કોઈ ક્રીમનો ઉપયોગ કરવો જાેઈએ નહી.
યોનિમાં લાગેલા ચેપના કારણે લોકો શરમથી ડોકટર પાસે જતા ખચકાય છે અને પોતાના ઘરગથ્થુ ઉપચાર શરૂ કરે છે, પરંતુ તેમણે આવું કરવું ન જાેઈએ. કારણ કે સાધારણ ચેપ પણ કયારેક મોટુ સ્વરૂપ લે છે. સારવાર દરમિયાન શારીરિક સંબંધ બિલકુલ બાંધવો જાેઈએ નહી. કારણ કે તેનાથી ફુગ મટતી નથી અને બીમારીનાં મૂળિયાં જામી જાય છે.”