રશિયાએ યુક્રેનના દક્ષિણી શહેર ખેરસોન ઉપર કબજો કર્યો
મોસ્કો, રશિયા અને યુક્રેન વચ્ચે થઈ રહેલા ભયંકર યુદ્ધનો આજે આઠમો દિવસ છે. રશિયાની સેનાએ યુક્રેનના દક્ષિણી શહેર ખેરસોન ઉપર પણ કબજાે જમાવી લીધો છે. યુદ્ધ વચ્ચે રશિયા અને યુક્રેન આજે વાતચીત કરી શકે છે. આ માટે રશિયાનું પ્રતિનિધિમંડળ બેલારૂસ-પોલેન્ડ પહોંચ્યુ છે.
આ બાજુ રશિયાના સૈન્ય અભિયાનથી પ્રભાવિત યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને સુરક્ષિત કાઢવા માટે અભિયાન ચાલુ છે. રશિયા તરફથી કરાયેલા દાવા પર હવે ભારતના વિદેશ મંત્રાલયનું નિવેદન આવ્યું છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું કે ભારતીય દૂતાવાસ સતત ભારતીયોના સંપર્કમાં છે. યુક્રેની ઓથોરિટીની મદદથી ભારતીય વિદ્યાર્થીઓને બહાર કાઢવામાં આવી રહ્યા છે.
અત્યાર સુધી ભારતના કોઈ વિદ્યાર્થીને બંધક બનાવ્યાની જાણકારી મળી નથી. યુક્રેન પર હુમલો કરતા પહેલા ચીનના સિનિયર અધિકારીઓએ ફેબ્રુઆરીની શરૂઆતમાં રશિયાના સિનિયર અધિકારીઓ સાથે વાત કરી હતી. ચીની અધિકારીઓએ કહ્યું હતું કે બેઈજિંગમાં વિન્ટર ઓલિમ્પિકની સમાપ્તિ પહેલા યુક્રેન પર હુમલો ન કરો.
આ વાત ન્યૂયોર્ક ટાઈમ્સે બાઈડેન પ્રશાસનના અધિકારીઓ અને એક યુરોપિયન અધિકારીના હવાલે જણાવી છે. જેમણે એક પશ્ચિમી ઈન્ટેલિજન્સ રિપોર્ટનો હવાલો આપ્યો છે. યુદ્ધના આઠમા દિવસે રશિયાની સેનાએ ખેરસોન પર સંપૂર્ણ કબજાે જમાવી લીધો છે. એએફપીના રિપોર્ટ મુજબ યુક્રેનના અધિકારીઓએ દક્ષિણી શહેર ખેરસોન પર રશિયાના કબજાની પુષ્ટિ કરી છે.SSS