Western Times News

Gujarati News

આઈ એમ વુમન, આઈ એમ નોટ પ્રેગ્નેન્ટ: શિબાની

મુંબઇ, ચાર વર્ષ સુધી રિલેશનશિપમાં રહ્યા બાદ શિબાની દાંડેકર અને ફરહાન અખ્તરે ૧૯મી ફેબ્રુઆરીએ વેડિંગ વાઉવ્સ લીધા હતા. ફરહાન અખ્તરના ખંડાલા સ્થિત ફાર્મહાઉસમાં તેમનું ફંક્શન યોજાયું હતું. જેમાં પરિવારના સભ્યો અને અંગત મિત્રોને આમંત્રિત કરાયા હતા. લગ્ન દરમિયાન બધાએ ખૂબ ડાન્સ કર્યો હતો અને મસ્તી-મજાક કરી હતી. હાલમાં, શિબાની દાંડેકરે ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર ફરહાન અખ્તર સાથેની લેટેસ્ટ ફોટોશૂટની કેટલીક તસવીરો શેર કરી હતી.

ગ્લિટરિંગ અને સ્કિન ટાઈટ ડ્રેસમાં શિબાનીને ફરહાન અખ્તર સાથે પોઝ આપતી જાેવા મળી હતી. એક્ટ્રેસે જેવી તસવીરો શેર કરી કે તરત જ, ફેન્સે શિબાની ફરહાન સાથેના પહેલા બાળકની મા બનવાની હોવાની અટકળો શરૂ કરી દીધી હતી. બુધવારે, શિબાની દાંડેકરે તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં એક વીડિયો શેર કર્યો અને તે પ્રેગ્નેન્ટ હોવાની ખબરો પર પૂર્ણવિરામ મૂકી દીધું. તેણે જે વીડિયો શેર કર્યો છે, તેમા તે ટોન્ડ એબ્સ શોઓફ કરતી જાેવા મળે છે. વીડિયોમાં તેણે બ્લેક કલરનું બ્રા ટોપ અને બ્લેક શોર્ટ્‌સ પહેરી છે.

વીડિયોની સાથે તેણે ફૂલેલા પેટ પાછળનું કારણ પણ જણાવ્યું છે. શિબાનીએ લખ્યું છે ‘આઈ એમ વુમન! આઈ એમ નોટ પ્રેગ્નેન્ટ! તે ટકિલા હતું. લગ્ન બાદ શિબાની દાંડેકર સાથેની તસવીરો શેર કરીને ફરહાન અખ્તરે લખ્યું હતું કે ”થોડા દિવસ પહેલા શિબાની દાંડેકર અને મેં અમારા યુનિયનનું સેલિબ્રેલન કર્યું. તે દિવસે અમારા પ્રાઈવસીનું ધ્યાન રાખનારા લોકોનો દિલથી આભાર માનું છું.

સેલિબ્રેશન જાે કે, તમારી સાથે કેટલીક કિંમતી ક્ષણો શેર કર્યા વગર અધૂરું છું. અમે સાથે નવી જર્નીની શરૂઆત કરી છે તેથી તમારા આશીર્વાદની જરૂર છે. ફરહાન અખ્તરે અગાઉ અધુના ભબાની સાથે લગ્ન કર્યા હતા. ૨૦૦૦માં લગ્ન કર્યા બાદ ૨૦૧૬માં કપલ અલગ થયું હતું. ૨૦૧૭માં તેમના ડિવોર્સને મંજૂરી મળી હતી. તેઓ શાક્યા અને અકીરા નામની બે દીકરીઓના માતા-પિતા છે, તે પણ લગ્નમાં હાજર રહી હતી.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.