સનાની મહેંદી સેરેમનીમાં સુપ્રિયા-રત્ના પાઠકે કર્યો ડાન્સ
મુંબઇ, બોલિવુડ એક્ટર શાહિદ કપૂરના ઘરે શરણાઈ વાગવાની છે. શાહિદ કપૂરની બહેન સના કપૂર એક્ટર મનોજ પાહવા અને સીમા પાહવાના દીકરા મયંક સાથે ૨ માર્ચે લગ્નના તાંતણે બધાયા. મહાબળેશ્વરમાં સના અને મયંકના પ્રી-વેડિંગ ફંક્શન શરૂ થઈ ગયા છે.
સનાની મહેંદી સેરેમનીની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે. જાણીતા બોલિવુડ મહેંદી આર્ટિસ્ટ વીણા નાગડાએ સનાની મહેંદી સેરેમનીમાંથી તેની સાથેની સુંદર તસવીર શેર કરી છે. મહેંદી સેરેમની માટે સનાએ યલો અને પિંક રંગનો આઉટફિટ પહેર્યો હતો. સામે આવેલી તસવીરમાં સના ખુશખુશાલ મુદ્રામાં જાેવા મળી રહી છે અને હાથમાં લાગેલી સુંદર મહેંદી બતાવી રહી છે.
સના ઉપરાંત વીણા નાગડાએ તેની મમ્મી અને એક્ટ્રેસ સુપ્રિયા પાઠક સાથે પણ તસવીરો શેર કરી હતી. સુપ્રિયા પાઠક લાલ રંગના ડ્રેસમાં જાેવા મળ્યા હતા. દીકરીની મહેંદી સેરેમનીમાં ખૂબ ખુશ દેખાતા હતા. મહેંદી સેરેમનીના વધુ કેટલાક વિડીયો સામે આવ્યા છે જે એક્ટર વિવાન શાહે શેર કર્યા છે. વિવાન નસીરુદ્દીન શાહ અને રત્ના પાઠક શાહનો દીકરો છે.
સુપ્રિયા અને રત્ના પાઠક બંને બહેનો છે ત્યારે બંનેએ સનાની મહેંદી ફંક્શનમાં ડાન્સ કર્યો હતો. બંનેના ડાન્સ કરતાં વિડીયો વિવાને ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં શેર કર્યા છે. વિવાને મહેંદી સેરેમનીની બીજાે એક વિડીયો શેર કર્યો છે જેમાં સના અને મયંકનું ઢોલ વગાડીને થતું સ્વાગત જાેવા મળે છે.
વિડીયો શેર કરતાં વિવાને લખ્યું, “અભિનંદન સના કપૂર અને મયંક પાહવા. લવ યુ. બાને તારા પર ગર્વ થતો હશે સનુ. આ સિવાય સનાની ચૂડા સેરેમનીની ઝલક પણ વિવાને બતાવી છે. રત્ના પાઠક શાહ ભાણીને હાથમાં ચૂડો પહેરાવતાં જાેવા મળે છે. આ દરમિયાન માસી-ભાણી બંને ખુશ અને ઈમોશનલ થતાં દેખાઈ રહ્યા છે. એક્ટર નસીરુદ્દીન શાહ રત્ના પાઠકની પાછળ ઊભેલા જાેવા મળે છે.
ઉલ્લેખનીય છે કે, સના પંકજ કપૂર અને સુપ્રિયા પાઠકની દીકરી છે. ત્યારે સનાનો સાવકો ભાઈ શાહિદ પણ પત્ની મીરા સાથે મુંબઈથી રવાના થતો જાેવા મળ્યો હતો. લગ્નની પુષ્ટિ કરતાં પંકજ કપૂરે અમારા સહયોગી ઈટાઈમ્સને કહ્યું હતું કે, “હું આ વિશે વધારે વાત નથી કરવા માગતો પણ હા મારી દીકરીના લગ્ન થવા જઈ રહ્યા છે.SSS