ઝફરની ફિલ્મ માટે શાહિદે ૩૮ કરોડ સુધીની ફી વધારી
મુંબઇ, શાહિદ કપૂરની આગામી ફિલ્મ જર્સી ૧૪ એપ્રિલના રોજ મોટા પડદા પર રીલિઝ માટે તૈયાર છે. તમામ લોકોને અપેક્ષા છે કે ફિલ્મ બૉક્સ ઑફિસ પર સારો દેખાવ કરશે. શાહિદ પણ ફિલ્મ જર્સી બાદ કેટલીક નવી ફિલ્મો સાઇન કરી રહ્યો છે.
બોલીવુડ હંગામાના અહેવાલમાં કહેવામાં આવી રહ્યું છે કે જર્સી બાદ તેણે પોતાની ફીમાં પણ વધારો કર્યો છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા શાહિદ પોતાની ફિલ્મ માટે રૂ. ૩૧ કરોડની ફી ચાર્જ કરતો હતો, જે વધારીને હવે તેણે ૩૮ કરોડ કરી છે.
બોલિવૂડ હંગામાએ કહ્યું છે કે, શાહિદે તેની ફીમાં ફરી વધારો કર્યો છે. હાલમાં જ શાહિદે એક નવી એક્શન થ્રિલર સાઈન કરી છે, જેનું ડાયરેક્શન અલી અબ્બાસ ઝફર કરશે અને આ ફિલ્મ માટે શાહિદ રૂ. ૩૮ કરોડની ફી લેશે. આ રકમ તેણે જર્સી માટે ચાર્જ કરેલી ફીની સરખામણીમાં ૨૫ ટકા વધુ છે અને બ્લોકબસ્ટર કબીર સિંહની ફી કરતા બમણી છે.
રિપોર્ટમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે શાહિદે આ વધારો કરવાનો ર્નિણય કર્યો કારણ કે તે ઇચ્છે છે કે તેનું કામ તેની યોગ્યતા દર્શાવે. શાહિદે પદ્માવત અને કબીર સિંહ સાથે બેક ટુ બેક સુપર હિટ ફિલ્મો આપી છે અને હવે આગામી ફિલ્મ જર્સી સાથે તે ફરીથી મોટી સફળતાની અપેક્ષા રાખી રહ્યો છે. આ તમામ કારણોને લઈને શાહિદને લાગે છે કે આ સમયે ફી વધારો યોગ્ય છે.
ઈન્ડસ્ટ્રી ડાયનેમિક્સ વિશે વાત કરતાં બોલિવૂડ હંગામને કહ્યું કે, તેણે એક ડાયનેમિક પ્રાઈઝ સ્ટ્રેટેજી પસંદ કરી છે અને તે જર્સી અને અલી અબ્બાસ ઝફર બંને માટે બોક્સ ઓફિસ પર સારુ કલેક્શન કરી શકે છે. હવે જાે ફિલ્મ જર્સી સફળ થાય છે, તો તે પછીની ફી હજી પણ વધી શકે છે.
શાહિદની આગામી ફિલ્મ જર્સી ગત વર્ષે રિલીઝ થવાની હતી, પરંતુ ઓમિક્રોન વાયરસના ફેલાવાને કારણે તેની રીલિઝને આગળ ધપાવવામાં આવી હતી. કોરોનાની પરિસ્થિતિઓને જાેતા શાહિદે આ ફિલ્મ માટે તેની ફીમાં ઘટાડો કર્યો અને ફી ન લેવા પણ તૈયાર હતો, જેથી ફિલ્મ થિયેટર સુધી પહોંચી શકે.
હવે જ્યારે ફિલ્મ ૧૪ એપ્રિલે રિલીઝ થવાની છે, ત્યારે શાહિદ અને ફિલ્મ મેકર્સ રાહતનો શ્વાસ લઈ રહ્યાં છે. અલી અબ્બાસ ઝફરની અનટાઈટલ્ડ ફિલ્મ સિવાય શાહિદ અશ્વિન વર્દે સાથે છત્રપતિ શિવાજી મહારાજની બાયોપિક માટે પણ સમાચારોમાં છે. તે જલ્દી જ આ ફિલ્મ સાઈન કરી શકે છે.SSS