ગુજરાતના વિદ્યાર્થીઓની યુક્રેનથી સલામત વાપસી માટે સમર્થેશ્વર મહાદેવમાં પ્રાથના
અમદાવાદ, યુક્રેનના અલગ અલગ દેશોમાં અસંખ્ય ભારતીય વિદ્યાર્થીઓ ફસાયા છે ત્યારે મહા મુસીબતે સુરતના ઓળપાડ તાલુકાના સરોલી ગામની વિદ્યાર્થીની આઠ દિવસ બાદ ઘરે પોહ્ચતા સર્જાયા હદયદ્રાવક દ્રશ્ય સર્જાયા હતા.તો સંઘપ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીની પણ 4 વિદ્યાર્થિનીઓ યુક્રેનમાં ફસાઈ હતી તે પણ ઘરે પરત આવી હતી.
વલસાડની વિદ્યાર્થીની પણ યુક્રેનથી ઘરે પરત આવી હતી.રાજકોટની વિદ્યાર્થિનીને પણ રોમાનિયા બોર્ડરથી ઘરે પરત લાવવમાં આવી હતી.વડોદરાની યુવતી પણ ઘરે પરત આવી હતી.
યુક્રેનમાં ફસાયેલા ભારતીયો અને ગુજરાતના વિદ્યાર્થીઓની સલામત વાપસી માટે અમદાવાદના સમર્થેશ્વર મહાદેવ મંદિરમાં કોંગ્રેસના કાર્યકરોએ પ્રાર્થના કરી હતી.
યુક્રેનના અલગ અલગ શહેરોમાં અસંખ્ય ભારતીય વિદ્યાર્થીઓ ફસાયા છે ત્યારે મહા મુશિબતે સુરતના ઓલપાડ તાલુકાના સરોલી ગામની M.B.B.S ની વિદ્યાર્થીની આઠ દિવસના સંઘર્ષ બાદ ઘરે પહોચી છે. આ સમયે ઘરે ભાવના સભર દ્રશ્યો સર્જાયા હતાં. ઓલપાડના સરોલી ગામની દીકરી હાથમાં ટ્રોલી બેગ અને ખંભે વજનદાર બેગ લઇ આવી રહી છે.
ત્યારે લોકોએ આ દીકરી પર ફૂલો વરસાવી રહ્યા હતાં. ભારે જહેમત બાદ આઠ દિવસના સંઘર્ષ બાદ રોમાનિયાની સરહદે પહોચીં હતી. ત્યારે રોમાનિયાનો આર્મી જવાન દેવદૂત બની આવ્યો અને દીનલ પટેલને ખેંચીને રોમાનિયાની બોર્ડર અંદર ખેચી લેતા તે આજે પોતાના ઘરે સુરક્ષિત પહોંચી છે. આ ગામમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.