Western Times News

Gujarati News

એજન્ટોના તાર ડીંગુચા સાથે જોડાયેલા હોવાનું સામે આવ્યું

અમદાવાદ, ડીંગુચા શબ્દ કાને પડતાં જ ગુજરાતમાં લગભગ દરેક વ્યક્તિના મગજમાં ઝબકારો થશે કે આ એ જ ગામ છે જ્યાંના પટેલ પરિવારના બે બાળકો સહિત ચાર સભ્યો ગેરકાયદે રીતે યુએસમાં ઘૂસવા જતાં કેનેડાની બોર્ડર પર થીજીને મૃત્યુ પામ્યા હતા.

આ ઘટના બહાર આવ્યા પછી રાજ્યમાંથી લોકોને ગેરકાયદે રીતે યુએસ મોકલતાં એજન્ટોનો પર્દાફાશ કરવા માટે પોલીસ તપાસ ચલાવી રહી છે. તપાસ બાદ આ ગામની બદનામીમાં વધારો કરતી માહિતી પ્રાપ્ત થઈ છે. ગેરકાયદે ઈમિગ્રેશન થકી લોકોને યુએસ મોકલતાં ૨૦માંથી ૧૮ એજન્ટ્‌સ ડીંગુચા ગામના છે.

એક સિનિયર પોલીસ ઓફિસરે કહ્યું, માનવ તસ્કરોની શોધખોળ દરમિયાન અમે ગુજરાતમાંથી આઠ એજન્ટોને ઝડપ્યા છે જેમણે લોકોને મેક્સિકો અથવા કેનેડાના રૂટ થકી ગેરકાયદે રીતે યુએસ મોકલ્યા છે. આ આરોપીઓના કૉલ રેકોર્ડ ચકાસતી વખતે ૨૦ અન્ય એજન્ટોની વિગતો મળી જેમણે લોકોને ગેરકાયદે રીતે યુએસ મોકલ્યા હતા.

આ ૨૦માંથી ૧૮ શખ્સો ડીંગુચાના હતા. મહેસાણા તરફ જતાં આવતું ગાંધીનગર જિલ્લાનું છેલ્લું ગામ એટલે ડીંગુચા અને અહીં દ્ગઇૈં હોવાને સફળતાનો માપદંડ ગણવામાં આવે છે. આ ગામની વસ્તી લગભગ ૭૦૦૦ છે અને તેમાંથી અડધોઅડધ વસ્તી યુએસ, ઓસ્ટ્રેલિયા અથવા કેનેડા જેવા દેશોમાં જઈને વસી છે. અહીંના મોટાભાગના યુવાનો વિદેશમાં જઈને વસવા માટે કોઈપણ કિંમત ચૂકવવા તૈયાર છે.

જાે વિદેશ ના જઈ શકે તો તેઓ એજન્ટ બની જાય છે અને આંતરરાષ્ટ્રીય ટ્રાવેલ અંગે કુશળતા કેળવી લે છે જેથી તેઓ ડીંગુચા અને આસપાસના ગામો માટે આવકનો સ્ત્રોત બની શકે. સિનિયર પોલીસકર્મીએ વધુમાં કહ્યું, “એજન્ટોને ટ્રેસ કરતાં તેમના તાર આ ગામ સુધી જાેડાયેલા હોવાનું જાણવા મળ્યું.

આ એજન્ટોએ તેમના ક્લાયન્ટ્‌સને મેક્સિકો અને કેનેડા બંને રૂટ થકી યુએસ મોકલ્યા હતા અને આ બંને રૂટ ખૂબ જાેખમી છે. મેક્સિકોનો રસ્તો ખૂબ જાેખમી અને મુશ્કેલીઓથી ભરેલો છે, જ્યારે કેનેડાવાળા રસ્તે લોકોને કેટલાય કિલોમીટર ચાલીને અજાણી જગ્યાઓમાંથી પસાર થવું પડે છે અને તે પણ ખરાબમાં ખરાબ હવામાનમાં. એટલું જ નહીં ખૂબ ગતિથી વાતા પવનો અને બરફના નાના-નાના ટુકડા પણ જાેડે વાગે છે.

પોલીસના જણાવ્યા અનુસાર, તમામ એજન્ટોએ નકલી દસ્તાવેજાે બનાવીને લોકોને યુએસ મોકલ્યા હતા. “આ એજન્ટોની સામે છેતરપિંડી અને ફોર્જરીના ગુના દાખલ કરવામાં આવી શકે છે. જાેકે, હજી સુધી અમે કોઈની ધરપકડ નથી કરી કારણકે કેસને વધુ મજબૂત બનાવવા અમે પુરાવા એકત્ર કરી રહ્યા છીએ”, તેમ તેમણે ઉમેર્યું.

આ શખ્સોની ધરપકડના લીધે તપાસ વધુ ઊંડી બનશે અને ભારતમાંથી દિલ્હી અને મુંબઈ જેવા સ્થળોએ રહેલા એજન્ટો તેમજ યુએસ અને કેનેડામાં પણ છુપાઈને બેઠેલા એજન્ટોની ભાળ મળશે. ૧૯ જાન્યુઆરીએ કેનેડાની પોલીસને ૩૫ વર્ષીય જગદીશ પટેલ, ૩૩ વર્ષીય પત્ની વૈશાલી અને તેમના સંતાનો ૧૨ વર્ષીય દીકરી વિહંગા અને ૩ વર્ષીય દીકરો ધાર્મિક બરફમાં દટાયેલા મળી આવ્યા હતા. આ ચારેય યુએસની બોર્ડરથી માત્ર ૧૨ મીટર દૂર હતા. રિપોર્ટ પ્રમાણે, મૂળ ડીંગુચાનો આ પરિવાર ભારતીયોના એક મોટા સમુદાયથી છૂટો પડી ગયો હતો.

બાકીનું ગ્રુપ માઈનસ ૩૫ ડિગ્રી તાપમાનમાં ચાલીને યુએસ પહોંચી ગયા હતા જ્યારે આ ચાર જણા મૃત્યુ પામ્યા. કેનેડા પોલીસને આ મૃતદેહો મળ્યા બાદ ગુજરાત પોલીસ અને રાજ્યની અન્ય તપાસ એજન્સીઓએ માનવ તસ્કરોની શોધ આદરી હતી. આ પટેલ પરિવાર છેવાડાના શહેર એમરસન સુધી કેવી રીતે પહોંચ્યો, કોણ તેમને ત્યાં સુધી લઈ ગયું તે યુએસ અને કેનેડાની તપાસ એજન્સીઓ હજી પણ શોધી રહી છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.