પત્નીએ દારૂ પી પતિને ઊંઘની ગોળીઓ આપી ત્યારબાદ ગળુ દબાવી દીધું

બાડમેર, બાડમેર જિલ્લામાં એક બાદ એક અપરાધની ઘટનાઓ સામે આવી રહી છે. બાડમેર શહેરના કોતવાલી વિસ્તારમાં શરાબના નશામાં ધુત પત્નીએ પતિને મોતને ઘાટ ઉતારી દીધો. મૃતકની માતાએ કોતવાલી સ્ટેશનમાં પોતાની વહુ સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે આરોપી પત્નીની ધરપકડ કરી છે. પોલીસે કરેલ પૂછપરછમાં આરોપીએ પોતાનો ગુનો કબૂલી લીધો છો. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલવામાં આવ્યા ે છે.
કોતવાલી પોલીસ ઈન્સ્પેક્ટર ઉગમરાજ સોનીએ સમગ્ર મામલે જાણકારી આપી છે. તેમણે જણાવ્યું કે જટિયોની રહેવાસી મૃતકની માતાએ સમગ્ર હત્યા મામલે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, તેમની વહુ મંજૂએ તેમના પુત્ર અનિલ કુમારના ગળુ દબાવીને તેની હત્યા કરી દીધી છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડ્યો છે.
પોલીસ કર્મચારી ઉગમરાજ સોનીએ આપેલ જાણકારી અનુસાર પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, પતિ પત્ની બંનેને શરાબ પીવાની ટેવ હતી. મંગળવારના રોજ પતિ પત્ની બંને નશામાં હતા. તે દરમિયાન પતિ પત્ની વચ્ચે બોલાચાલી થઈ ગઈ હતી. આ કારણોસર મંજૂએ તેના પતિ અનિલ કુમારને ઊંઘની ગોળીઓ આપી હતી. જ્યારે અનિલ કુમાર ઊંઘમાં હતો તે સમયે તેની પત્નીએ તેનું બેલ્ટથી ગળુ દબાવીને તેની હત્યા કરી દીધી હતી.
મૃતકની માતાએ ફરિયાદ નોંધાવતા પોલીસે મંજૂની પૂછપરછ કરી હતી. પૂછપરછ દરમિયાન મંજૂએ હત્યા કરી હોવાની વાત સ્વીકારી છે. આરોપી મંજૂની ધરપકડ કરવામાં આવી છે. પુરાવા એકત્રિત કરવા માટે એફએસએલની ટીમને ઘટનાસ્થળ પર બોલાવવામાં આવી હતી.
મૃતદેહનું મેડિકલ બોર્ડ પાસે પોસ્ટમોર્ટમ કરાવવામાં આવશે. પોસ્ટમોર્ટમનો રિપોર્ટ આવ્યા બાદ અનિલ કુમારના મૃત્યુનું સાચુ કારણ જાણવા મળશે. પોલીસ સમગ્ર મામલે તમામ બાબતોને ધ્યાનમાં રાખીને તપાસ કરી રહી છે.HS