Western Times News

Gujarati News

પર્યાવરણનું સંરક્ષણ કરવું એ આપણી નૈતિક જવાબદારી છે: જીટીયુ

અમદાવાદ, સમગ્ર વિશ્વ ક્લાઈમેટ ચેન્જનો સામનો કરી રહ્યું છે. છેલ્લા કેટલાય દાયકાઓથી માનવજાત દ્વારા પર્યાવરણની ઈકો સીસ્ટમનું હનન થઈ રહ્યું છે. જેના કારણે પર્યાવરણની ઈકો સાઈકલમાં મદદરૂપ થતાં કેટલાય સજીવો નાશવંત પામ્યા છે.

આ ઉપરાંત માનવજાતના અસ્તિત્વ માટે અત્યંત જરૂરી હવા , પાણી અને ખોરાક વગેરે દૂષીત થયા છે. માનવજાતની બાયોલોજીકલ સાયકલમાં ભંગાણ પડવાના કારણોસર સમગ્ર વિશ્વને કોવિડ-૧૯ જેવી મહામારીનો સામનો કરવાનો સમય આવ્યો છે.

આ પ્રકારની વૈશ્વિક સમસ્યા અંગે આજની યુવા પેઢીમાં જાગૃકત્તા કેળવાય તે હેતુસર તાજેતરમાં એસોસિયેશન ઑફ ઈન્ડિયન યુનિવર્સિટી( એઆઈયુ ) અને પર્યાવરણ સંરક્ષણ ગતીવિધીના સંયુક્ત ઉપક્રમે દેશની તમામ યુનિવર્સિટીના કુલ ૧૧ રીઝનમાં નેશનલ એન્વાર્મેન્ટ યુથ પાર્લામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું.

ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ) ખાતે રીઝન-૫ની એન્વાર્મેન્ટ યુથ પાર્લામેન્ટનું આયોજન કરાયું હતું. જેમાં ગુજરાત અને મહારાષ્ટ્રની ૧૧ યુનિનર્સિટીના ૧૫૦થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લિધો હતો. આ પ્રસંગે જીટીયુના કુલપતિ પ્રો. ડૉ. નવીન શેઠે જણાવ્યું હતું કે , પર્યાવરણનું સંરક્ષણ કરવું એ આપણી નૈતિક જવાબદારી છે. એન્વાર્મેન્ટ યુથ પાર્લામેન્ટથી યુવા પેઢી પર્યાવરણ બાબતે જાગૃત થશે , ટેક્નિકલ શિક્ષણ મેળવતાં વિદ્યાર્થીઓએ ઉદ્યોગોમાં પર્યાવરણને હાનીકારક ના હોય તેવી અદ્યતન ટેક્નોલોજીનો વિકાસ કરવો જાેઈએ.

સ્ટેટ એન્વાર્યમેન્ટ ઈમ્પેક્ટ એસેસમેન્ટ ઓથોરીટીના ચેરમેન શ્રી એચ. કે. દાસ મુખ્ય મહેમાન સ્થાને ઉપસ્થિત રહીને વિદ્યાર્થીઓને સંબોધતાં જણાવ્યું હતું કે, પર્યાવરણ આપણને દરેક ક્ષેત્રમાં મદદરૂપ બન્યું છે. હવે આપણે પર્યાવરણને તેની પ્રાકૃત્તિક સંપદા પાછી આપવાની છે.

એમ.એસ.યુનિવર્સિટીના કુલપતિ પ્રો. ડૉ. વિ. કે. શ્રીવાસ્તવ અને જીટીયુના કુલસચિવ ડૉ. કે. એન. ખેર પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતાં.“હરીત ઘર” થીમ પર યોજાયેલ આ યુથ પાર્લામેન્ટમાં બ્લ્યૂ ઈકોનોમી, ગ્રીન હાઉસ ઈફેક્ટ, સસ્ટેનેબલ હોમ્સ, પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ, વન્ય જીવ સૃષ્ટી અને જંગલોનો નાશ થતો અટકાવવા બાબતેના વિવિધ વિષયો પર રીઝન-૫માં ૭૦૦થી વધુ એન્ટ્રી મળી હતી.

જેમાંથી ૧૫૦ વિદ્યાર્થીઓને ભાગ લેવા માટે તક આપવામાં આવી હતી. વિદ્યાર્થીઓ દ્વારા સ્પીચ અને ગ્રુપ ડિસ્કશન કરીને પર્યાવરણ સંરક્ષણ સંબધીત તેમના વિચારો રજૂ કર્યા હતાં. જેમાંથી શ્રેષ્ઠ ૧૦ વિદ્યાર્થીઓને આગામી ૧૫ અને ૧૬ એપ્રિલના રોજ સંસદભવન ખાતે તેમના આઈડિયા રજૂ કરવાની તક પૂરી પડાશે.

સમગ્ર ભારતભરના કુલ ૧૧ રીઝનમાંથી નેશનલ એન્વાર્મેન્ટ યુથ પાર્લામેન્ટમાં પસંદગી પામેલ ટોપ-૧૦ વિદ્યાર્થીઓ સંસદભવન ખાતે પોતાના આઈડિયા રજૂ કરશે. જેમાં જીટીયુના ૨ વિદ્યાર્થીઓ વાગ્મીન મહેતા અને શીલ વોરા પણ પસંદગી પામ્યા છે. યુથ પાર્લામેન્ટના સફળ આયોજન બદલ જીટીયુના કુલપતિ અને કુલસચિવે જીટીયુ જીસેટના ડાયરેક્ટર ડૉ. એસ. ડી. પંચાલ અને પ્રો. મૃદુલ શેઠને અભિનંદન પાઠવ્યા હતા.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.