Western Times News

Gujarati News

ચેન્નાઈમાં રમાઈ રણજી ટ્રોફી ઈતિહાસની ૫૦૦૦મી મેચ

ચેન્નાઈ, કોરોના મહામારીના કપરાકાળ બાદ બે વર્ષે ભારતમાં સૌથી મહત્વની ડોમેસ્ટિક લીગ રણજી ટ્રોફીની ફરી શરૂઆત થઈ છે. ૧૭મી ફેબ્રુઆરી, ૨૦૨૧ના રોજ ફરી રણજી મેચો રમાવાની શરૂ થઈ છે અને આજે આ ક્રિકેટ લીગમાં એક નવો કીર્તિમાન સ્થપાવા જઈ રહ્યો છે.

આજે રેલ્વે અને જમ્મુ કાશ્મીર વચ્ચે એલિટ ગ્રુપ સીમાં ચેન્નાઈના ઈન્ડિયન ઈન્સ્ટિટ્યુટ ઓફ ટેક્નોલોજી ચેમપ્લાસ ગ્રાઉન્ડ ખાતે મેચ રમાવા જઈ રહી છે. આજની આ મેચનું એક ખાસ મહત્વ છે. ૮૮ વર્ષ પૂર્વે ૧૯૩૪માં શરૂ થયેલ રણજી ટ્રોફીની આજે ૫૦૦૦મી મેચ રમાવા જઈ રહી છે.

ભારતીય ક્રિકેટ આજે જે સ્તરે પહોંચ્યું છે તેમાં મહત્વનો ફાળો રણજી ક્રિકેટ લીગે ભજવ્યો છે. ૯ દાયકાના આ ઈતિહાસમાં યુવા ટેલેન્ટને મહત્વ આપતી રણજીમાંથી અનેક દિગ્ગજ ખેલાડીઓ આવ્યા જેમણે ભારતનું નામ વિશ્વ ફલક પર રોશન કર્યું છે.

અંગ્રેજ શાસનકાળ દરમિયાન વર્ષ ૧૯૩૪માં રણજી ટ્રોફીની શરૂઆત થઈ હતી. વર્ષ ૧૯૩૪-૩૫માં રણજી ટ્રોફીની શરૂઆતી મેચ રમાઈ હતી અને આ ફર્સ્‌ટ ક્લાસ કિક્રેટ લીગની ૫૦૦૦મી મેચનો કીર્તિમાન સ્થપાવા જઈ રહ્યો છે.

રણજી નામ નવાનગરના મહારાજા રણજીતસિંહના નામે પડ્યું છે. ઈન્ટરનેશનલ ક્રિકેટ રમનારા તેઓ પ્રથમ ભારતીય ખેલાડી હતા. ભારતીય કિક્રેટના જનક ગણાતા રણજીતસિંહજીના નામમાંથી રણજી નામ પડ્યું હતુ.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.