Western Times News

Gujarati News

બીએચ નંબર પ્લેટ સાથે કોઈ પણ રાજ્યમાં નંબર નહીં બદલવો પડે

નવી દિલ્લી, હવે રાજ્ય બદલવા પર તમને વાહનનો રજીસ્ટ્રેશન નંબર બદલવાની ઝંઝટમાંથી છૂટકારો મળશે. ભારત સિરીઝ (બીએચ) નંબર પ્લેટ વાહન માલિકોને એક ખાસ સુવિધા આપવા જઈ રહી છે જે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે. ભારત સિરીઝ (બીએચ) નંબર પ્લેટ માટે પાયલોટ પ્રોજેક્ટ ચલાવવામાં આવ્યો હતો હવે આને નવા વાહનો માટે દેશભરમાં શરૂ કરી દેવામાં આવ્યો છે. સરકારે સંસદમાં એક નિવેદનમાં આપી જાણકારી.

આ નંબર પ્લેટનો ફાયદો એ હશે કે તેમાં કોઈપણ રાજ્ય કે કેન્દ્રશાસિત પ્રદેશનો રજિસ્ટ્રેશન નંબર નહીં હોય અને તેની શરૂઆત બીએચથીથશે. આ સાથે, જાે તમે તમારું વાહન કોઈપણ રાજ્યથી બીજા રાજ્યમાં લઈ જાઓ છો, તો નંબર બદલવાની જરૂરિયાત સમાપ્ત થઈ ગઈ છે. રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મિનિસ્ટર, નીતિન ગડકરીએ સંસદમાં એક લેખિત નિવેદન જાહેર કરીને જણાવ્યું હતું કે નવા વાહનો માટે ભારત શ્રેણી રજૂ કરવામાં આવી છે.

બીએચસિરીઝની નંબર પ્લેટમાં વીઆઈપીનંબરની સુવિધા આપવામાં આવી નથી અને આ નંબર સામાન્ય નંબરથી સંપૂર્ણપણે અલગ હશે. આ નંબર પ્લેટ પર પહેલા ચાલુ વર્ષના છેલ્લા બે અંક લખવામાં આવશે, પછી બીએચલખવામાં આવશે અને અંતે ચાર અંકનો નંબર લખવામાં આવશે.

આ એક સફેદ પ્લેટ હશે જેના પર કાળા રંગમાં નંબરો લખવામાં આવશે. બીએચસિરીઝ માટે રૂ. ૧૦ લાખ સુધીની કિંમતના વાહનો પર ૮ ટકા, રૂ. ૧૦થી ૨૦ લાખની કિંમતના વાહનો પર ૧૦ ટકા અને ૨૦ લાખથી વધુની કિંમતના વાહનો પર ૧૨ ટકા રોડ ટેક્સ વસૂલવામાં આવશે.

આ આંકડામાં ડીઝલ વાહનો પર બે ટકા વધુ રોડ ટેક્સ ચૂકવવો પડશે, જ્યારે ઇલેક્ટ્રિક વાહનો પરનો આ ટેક્સ ૨ ટકા ઓછો થશે. કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ પણ કહ્યું કે ઓગસ્ટ ૨૦૨૦માં સંશોધિત મોટર વાહન અધિનિયમ હેઠળ સરકારે આ ફેરફાર અંગે સૂચના મોકલી હતી.

બીએચસિરીઝ રજીસ્ટ્રેશન પ્લેટ સાથે, જ્યારે તમે સમગ્ર દેશમાં કોઈપણ રાજ્યમાં શીફ્ટ થશો ત્યારે તમારે નોંધણી નંબર બદલવાની જરૂર રહેશે નહીં. જે લોકોનું ટ્રાન્સફર સતત થતું રહે છે તેમના માટે આ નિયમ ખૂબ જ ફાયદાકારક છે. સંરક્ષણ, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના કર્મચારીઓ પાસે સ્વેચ્છાએ બીએચસિરીઝ પસંદ કરવાનો વિકલ્પ હશે.

સરકારી કર્મચારીઓ ઉપરાંત, કેન્દ્ર અને રાજ્યના પીયુસીસિવાય, ખાનગી ક્ષેત્રની કંપનીઓ કે જેમની ઓફિસ ૪ કે તેથી વધુ રાજ્યોમાં હાજર છે, તે કંપનીઓના કર્મચારીઓને તેમના ખાનગી વાહનો માટે બીએચશ્રેણીની નોંધણી પણ આપવામાં આવશે.

બીએચસિરીઝ નંબર પસંદ કરવા પર, તમારે બે વર્ષ માટે અથવા બે વર્ષની મલ્ટીપલ સંખ્યામાં વાહન વેરો ચૂકવવો પડશે. ૧૪ વર્ષ પૂરા થયા બાદ મોટર વાહન પર વાર્ષિક ટેક્સ વસૂલવામાં આવશે અને તેની રકમ અડધી થઈ જશે. કર્ણાટકની સાથે, અન્ય ઘણા રાજ્યો પહેલેથી જ પસંદગીના જૂથોના વાહન માલિકોને બીએચશ્રેણીના નોંધણી નંબરો આપી રહ્યા છે. જાે કે, હાલમાં, રાજ્ય સરકારો થકી માત્ર કેન્દ્ર સરકારના કર્મચારીઓને જ બીએચશ્રેણીના નંબર આપવામાં આવી રહ્યા છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.