લાંચ કેસમાં ર કોન્સ્ટેબલના ર દિવસના રિમાન્ડ મંજૂર
(એજન્સી)અમદાવાદ, એલીસબ્રીજ પોલીસ સ્ટેશનમાં ખાનગી કંપનીના માલીક સામે છેતરપિંડીના કેસમાં ગુનો દાખલ ન કરવા માટે બે કોન્સ્ટેબલે રપ લાખ માગ્યા હતા. જેના ર.૭પ લાખ લેતા બંને રંગેહાથે ઝડપાઈ ગયા હતા. આ કેસમાં બંનેને કોર્ટમાં રજૂ કરતા બે દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા.
એસીબી પીઆઈ એમ.એફ.ચૌધરીએ લાંચ કેસમાં રંગેહાથ ઝડપાયેલા આરોપી કોન્સ્ટેબલ વિનોદ વાઢેર અને બાદલ ચૌધરી કોર્ટમાં રજુ કરી પ દિવસના રિમાન્ડ સંદર્ભે પોલીસે રજૂઆત કરી કે, આરોપીઓ તપાસમાં સાથ સહકાર આપતા નથી. આરોપીઓએ ગુનો દાખલ નહી કરવા રૂ.રપ લાખની લાંચની માગણી કરી રકઝક બાદ રૂા.૭ લાખમાં નકકી કરેલું જે પેેટે રૂ.ર.૭પ લાખ લાંચ લેતી વખતે રંગેહાથ ઝડપાયા હતાં.