ખેડબ્રહ્મા વિધાનસભા ક્ષેત્રની નમો કિસાન પંચાયત ખેડબ્રહ્મા ખાતે યોજાઇ

(પ્રતિનિધિ)ખેડબ્રહ્મા, ખેડબ્રહ્મા વિધાનસભા વિસ્તારની ભારતીય જનતા પાર્ટી દ્વારા નમો કિસાન પંચાયત ખેડબ્રહ્મા તાલુકાના શ્યામનગર પાસે આવેલ રબારી સમાજના માણેક નાથ મહાદેવ મંદિર ખાતે આજરોજ તારીખ ૩-૩-૨૨ ના રોજ સવારે ૧૦ વાગ્યે યોજાઇ હતી. આ કાર્યક્રમની શરૂઆત મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી.
કાર્યક્રમ ને અનુરૂપ વક્તવ્ય ભારતીય જનતા પાર્ટીના કિસાન મોરચાના મહામંત્રી સરદારભાઈ ચૌધરી, કારોબારી સદસ્ય સતિષભાઈ પટેલ, રામાભાઇ જીવાભાઇ પટેલ, મહામંત્રી અનિલભાઈ પટેલ તથા સાબરકાંઠા જિલ્લા પંચાયતના ખેતીવાડી સમિતિ ના ચેરમેન શ્રી હિતેન્દ્ર સિંહ ચૌહાણ વિગેરે ભારતીય જનતા પાર્ટીની ખેડૂતલક્ષી યોજનાઓ નો ચિતાર આપી વક્તવ્યો આપ્યા હતા.
મહાનુભાવો ઉપરાંત જિલ્લા પ્રમુખ અનિલભાઈ પટેલ, તાલુકા પ્રમુખ અરવિંદભાઈ પટેલ, શહેર પ્રમુખ ભીખાભાઇ એન.પટેલ, જિલ્લા સહકારી સંઘના પ્રમુખ જશુભાઇ પટેલ, સાબર ડેરી ના વાઇસ ચેરમેન બ્રિજેશભાઈ પટેલ, મૂળજીભાઈ પટેલ, તાલુકા પંચાયતના પૂર્વ વિરોધપક્ષના નેતા શીવાભાઈ પરમાર, તાલુકા ભાજપ પ્રમુખ સુરેશભાઈ પટેલ શહેર મહામંત્રી રાજેન્દ્રસિંહ ચૌહાણ વિગેરે હાજર રહ્યા હતા.