સાંસદે અસભ્ય વર્તન કર્મચારી સાથે દાખવતા કર્મચારીઓએ કાળી પટ્ટી ધારણ કરીને વિરોધ દર્શાવ્યો

(તસ્વીરઃ જીત ત્રિવેદી, ભિલોડા) અરવલ્લી જીલ્લાના ભિલોડા તાલુકા મથક ખાતે ભિલોડા મામલતદાર કચેરીના કર્મચારીઓએ કાળી પટ્ટી ધારણ કરીને વિરોધ દર્શાવ્યો હતો.
મામલતદાર,નાયબ મામલતદાર દ્વારા આંદોલનને સંપુર્ણપણે સમર્થન આપ્યું હતું.ગુજરાત રાજ્યના ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવાએ અસભ્ય વર્તન મામલતદાર સાથે દાખવતા ભારે આક્રોશ કર્મચારીઓમાં જાેવા મળી રહ્યો છે.
મામલતદાર સામે અશોભનીય વર્તન મામલે આંદોલનનું રણશિંગુ ફુંકાયુ છે. ભિલોડા મામલતદાર ઝેડ વી.પટેલ,નાયબ મામલતદાર મયુર રાવલ સહિત અનેક કર્મચારીઓએ કાળી પટ્ટી ધારણ કરીને વિરોધ દર્શાવ્યો હતો.કર્મચારીઓ શુક્રવારે માસ સી.એલ પર જશે તેમ મામલતદારે જણાવ્યું હતું.
અસભ્ય વર્તન દાખવતા સાંસદ સામે જયાં સુધી ન્યાયિક કાર્યવાહી નહીં થાય ત્યાં સુધી આંદોલન શરૂ રહેશે તેવી ગર્ભીત ચીમકી કર્મચારીઓએ ઉચ્ચારી હતી.