પિતા-પુત્રના આપઘાત પ્રકરણમાં નવ વ્યાજખોરો સકંજામાં

પ્રતિકાત્મક
મોબાઈલ કોલ રેકોર્ડીંગમાં ખુલ્યુઃ વધુ નામ ખુલવાની શકયતા
જસદણ, જૃસદણના શ્રીનાથજી ચોકમાં રહેતા અને સિવિલ હોસ્પીટલ નજીક કોલેજીયન હેર આર્ટ નામે દુકાન ધરાવતા રમેશભાઈ દેસાભાઈ બડમલિયા અને સતિષ રમેશભાઈ બડમલીયા નામના પિતા-પુત્રએે કોઠી રોડ પરની અવાવરૂ જગ્યાએ વ્યાજખોરીના ત્રાસ અને ધાકધમકી અને પઠાણી ઉઘરાણીથી કટાળી જઈ ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો.
આ અંગેની જાણ થતાં મૃતકના પરિવારજનો અને પોલીસ સ્ટાફ દોડી ગયો હતો. અને પિતા-પુત્રના મૃતદેહ પીઅમ અર્થેે હોસ્પીટલમાં ખસેડ્યો હતો. આ મામલે પોલીસે મૃંતક રમેશભાઈના પુત્ર પ્રિતેશની ફરીયાદ પરથી વ્યાજખોરો સામે ગુનો નોંધ્યો હતો. અને પિતા-પુત્રના મોબાઈલ ફોન કબજે કર્યા હતા.
અને મોબાઈલમાંથી કોલ રેકોર્ડીંગ મળી આવતા પોલીસે નવ વ્યાજખોરોને સકંજામાં લઈ તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. આ પ્રકરણમાં વધુ વ્યાજખોરોના નામ ખુલે એવા નિર્દેશ સાંપડી રહ્યા છે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.