શિવાનંદ મિશન વીરનગર હોસ્પીટલ દ્વારા વિવિધ સ્થળે મોતિયાના કેમ્પ યોજાશે

જસદણ, શિવાનંદ મિશન સોસાયટી સેન્ટ્રલ હોસ્પીટલ વીરનગર દ્વારા સૌરાષ્ટ્રના વિવિધ સ્થળે આંખની તપાસ તેમજ મોતિયાના ઓપરેશન માટેના વિના મૂલ્યે કેમ્પ યોજાશે.
તા.૩ ના રોજ જામજાેધપુર ગાયત્રી મંદિરે, તા.૪ ના સાવરકંુડલા સ્વામીનારાયણ મંદિર, તા.પ ના રોજ પ્રભાસ પાટણમાં ડોંગરેજી મહારાજ અન્ન ક્ષેત્રે ખાતે તા.૬ના રોજ ઉપલેટા, રામકૃષ્ણ આશ્રમ ખાતે તા.૮ના રોજ મહુવામાં કુબેરનાથ મહાદેવ મંદિર ખાતેે, તા.૯મી ના રોજ ધોરાજીમાં તેજાબાપા અન્ન ક્ષેત્ર ખાતે,
તા.૧૦મી ના રોજ માણાવદરમાં લાયન્સ સ્કુલ ખાતે તા.૧૧ ના રોજ પોરબંદરમાં રામકૃષ્ણ આશ્રમ ખાતે, તા.૧પમી ના રોજ ઉનામાં સ્વામીનારાયણ મંદિર, તા.૧૬ ના રોજ તાલાલામાં લીંબાઈ આશ્રમ ખાતે તા.૧૮મી ના રોજ ભાયાવદર રોટરી કોમ્યુનિટી હોલ ખાતે,
તા.૧૯મી રોજ વેરાવળમાં બ્લડ બેક ખાતે તા.ર૦મી ના રોજ કાલાવવવડ ખોડીયાર ગરબી ચોકમાં, તા.રરના રોજ પોરબંદરમાં જલારામ મંદિર ખાતે, તા.ર૩મી ના રોજ ભાણવડ મહાજન પાંજરાપોળ ગૌશાળા ખાતે, તા.ર૪ ના જેતપુરમાં તાલુકા પંચાયત ક્વાર્ટર ખાતે, તા.રપ ના રોજ ભાવનગરમાં શીશુ વિહાર ખાતે, તા.ર૬ ના રોજ જૂનાગઢમાં ગાયત્રી મંદિર ખાતે મોતિયાના ઓપરેશન માટેની તપાસના કેમ્પ યોજાશે.
આ તમામ સ્થળોએ શિવાનંદ મિશન આંખની હોસ્પીટલના નિષ્ણાંત તબીબોની ટીમ દ્વારા આંખની તપાસ કરવામાં આવશે. વધુ વિગતો માટે અશોકભાઈ મહેતા ૯૮ર૪૪ રપરપ૬ નો સંપર્ક સાધવા યાદીમાં જણાવાયુ છે.