ચીખલી પંથકમાંથી બાયોડીઝલના નામે છેતરપિંડી કરતો શખ્સ ઝડપાયો
આરોપી બાયોડીઝલ કહીને રૂપિયા ૮૨ પ્રમાણે જરૂરિયાત મુજબ ભરી આપતો હતો
સુરત, ચીખલી નજીકના સુઠવાડ ગામની સ્મશાનભૂમિની સામે આવેલ શિવ એન્ટરપ્રાઈઝની ઓફિસમાં પાછળના ભાગે ખુલ્લી જગ્યામાં એક ટેન્કર તથા એક ટાંકી અને ડિસ્પેન્સર મશીન, નોઝલ પાઈપ સાથે ચાલુ હાલતમાં મળી આવ્યો હતો.
પોલીસે તેમાંથી રૂપિયા ૧૦ લાખ ૪૦૦નો શંકાસ્પદ બાયોડીઝલનો જથ્થો, ટાંકી મળી કુલ રૂપિયા ૨૭,૦૫,૪૦૦નો મુદ્દામાલ કબ્જે કરી આરોપી પરેશ રમેશભાઈ પીપરીયા હાલ રહે અમરોલી વાડી ફળિયા, ચીખલી મૂળ રહે.ખોડાપીપર, જિલ્લો રાજકોટનાની ધરપકડ કરી અન્ય મુંબઈનો રહેવાસી નટુ ગજેરા ફરાર થઈ જતા વોન્ટેડ જાહેર કરી તપાસ હાથ ધરી છે.
પોલીસને પ્રાથમિક તપાસમાં એવું જાણવા મળ્યું હતું કે આરોપી બાયોડીઝલ કહીને રૂપિયા ૮૨ પ્રમાણે જરૂરિયાત મુજબ ભરી આપતો હતો. ખરેખર બાયોડીઝલ કે અન્ય પ્રવાહી છે. તેની તપાસ આદરાઈ છે.