Western Times News

Gujarati News

કડી નજીક એસીડ છાંટી છ માસની બાળકીની હત્યા

અત્યંત ચોંકાવનારી આ ઘટનામાં પરિચિત વ્યક્તિ જ હોવાની આશંકા

અમદાવાદ : મહેસાણા જીલ્લાના કડી તાલુકાના ગામમાં ગઈકાલે રાત્રે એક ચોંકાવનારી ઘટના ઘટવા પામી હતી. જેમાં ઘોડીયામાં સુતેલી છ માસની એક બાળકી ઉપર કોઈ અજાણ્યા શખ્સે એસિડ છાંટતા જ તેને ગંભીર હાલતમાં હોસ્પીટલમાં ખસેડવામાં આવી હતી.

પરંતુ માસુમ બાળકીનું મોત નિપજ્યુ હતુ. બાળકીની ક્રુરતાપૂર્વકની હત્યાની ઘટનાથી જીલ્લા પોલીસ ચોંકી ઉઠી છે અને આ અંગે ગુનો દાખલ કરી આરોપીને ઝડપી લેવા તપાસ શરૂ કરી છે. બીજી બાજુ બાળકીનું પોસ્ટમોર્ટમ ડોકટરોની પેનલ દ્વારા કરવાનો નિર્ણય કરાયો છે. આ ઘટનાથી સમગ્ર ગામમાં રોષની લાગણી જાવા મળી રહી છે. જા કે આ ઘટનામાં કોઈ પરિચિત વ્યક્તિ  જ સંડોવાયેલી હોવાનું પોલીસ માની રહી છે.

આ અંગેની વિગત એવી છે કે મહેસાણા જીલ્લાના કડી તાલુકાના ચાલાસણ ગામે ગઈકાલે રાતે ચોંકાવનારી ઘટના બની છે. પરિવારમાં બાળકીનો જન્મ થતાં પરિવાર ખુશખુશાલ હતો. ગઈકાલે રાત્રે છ માસની બાળકી ઘોડીયામાં સુતી હતી

ત્યારબાદ તે બળેલી હાલતમાં જાવા મળતા પરિવારજનોએ બુમાબુમ કરી મુકી હતી. આ બાળકીને ગંભીર હાલતમાં હોસ્પીટલમાં ખસેડવામાં આવી હતી. ફરજ પર હાજર રહેલા તબીબો પણ બાળકીની ગંભીર હાલત જાઈને ચોંકી ગયા હતા. પ્રાથમિક તપાસમાં બાળકી ઉપર એસીડ છાંટવામાં આવ્યો હોવાનું મનાઈ રહ્યુ છે. જેના પગલે પોલીસ પણ હોસ્પીટલ પહોંચી ગઈ હતી.

છ માસની માસુમ બાળકીની સારવાર શરૂ થાય તે પહેલાં જ તેનું મૃત્યુ નિપજ્યુ હતુ.  માસુમ બાળકી ઉપર એસિડ એટેકની ઘટનાથી જીલ્લા પોલીસ વડા પણ ચોંકી ઉઠ્યા છે. અને આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તાત્કાલીક તપાસ શરૂ કરવાનો આદેશ અપાયો છે.

બાળકીના મૃત્યુનું સાચુ કારણ જાણવા માટે ડોકટરોની પેનલ મારફતે પોસ્ટમોર્ટમ કરવામાં આવી રહ્યુ છે. આ સમગ્ર ઘટનાક્રમમાં કોઈ પરિચિત વ્યક્તિ  જ સંડોવાયેલી હોવાનું ચર્ચાઈ રહ્યુ છે. પોલીસ અધિકારીઓએે સૌ પ્રથમ બાળકીના માતા-પિતાની પૂછપરછ કરી હતી. અને ત્યારબાદ આજ સવારથી જ તપાસનો ધમધમાટ શરૂ થઈ ગયો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.