Western Times News

Gujarati News

વડાપ્રધાન મોદીએ મધરાતે ફોન કરીને BAPS સંસ્થાની મદદ માંગી

યુક્રેનમાં ફસાયેલા વિધાર્થીઓ સહિત ભારતીયોની મદદે બી.એ.પી.એસ. મોદીની વિનંતીથી એકશનમાં

BAPSના વોલીયન્ટર્સ હવે પોલેન્ડ, રોમાનીયા પહોચીને ભારતીયોને મદદે પહોંચ્યા

પોલેન્ડમાં વોરશો શહેરમાં રહેતા એક પાટીદાર વિદ્યાર્થીએ યુક્રેનથી આવતા લોકો માટે મદદનો હાથ લંબાવ્યો

(એજન્સી) નવીદિલ્હી, યુક્રેનમાં ફસાયેલા વિધાર્થીઓ સહીતના ભારતીયોની મદદે જવા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ ભારત અને વિશ્વની સૌથી મોટી સ્વામીનારાયણ સંસ્થા બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સંસ્થા કે જેને આપણે સ્વ. પ્રમુખ સ્વામી મહારાજ એ સ્થાપેલી સંસ્થા તરીકે ઓળખીએ છીએ.

તેને વિનંતી કરતા જ યુરોપમાં આ સંસ્થાના વોલીયન્ટર્સ હવે પોલેન્ડ, રોમાનીયા પહોચીને ભારતીયોને મદદે જશે. BAPS has reached Ukraine-Poland border to help people during Russia-Ukraine war. BAPS set up mobile field kitchen & serving food to people of all nationalities.

શ્રી મોદીએ આ સંસ્થાના પ્રવકતા બ્રહ્મવિહારી દાસ ને ફોન કરીને યુક્રેનમાં ફસાયેલા વિધાર્થીઓ સહીતના ભારતીયો માટે ભોજન કામચલાઉ રહેણાંક અને અન્ય મદદ કરવા વિનંતી કરી હતી અને સંસ્થાએ ફકત ર૪ કલાકમાં જ આ વ્યવસ્થા કરી આપશે તેવી ખાતરી આપી છે.

તેમના સ્વયંમ સેવકો યુક્રેન લશ્કરી સરહદના પોલેન્ડ, હંગેરી અને રોમાનીયામાં કેમ્પ લગાવશે તેમના જણાવ્યા મુજબ વડાપ્રધાને રવીવારે રાત્રીના ૧ર વાગ્યે તેઓને ફોન કર્યો હતો અને યુક્રેનમાં ફસાયેલા ભારતીય ખુદે સંસ્થાની મદદ માંગી હતી.
મોદીએ યુરોપમાં વસતા સંસ્થાના સેવકોની મદદ માંગી હતી, અને ભોજન, પાણી, દવા વિ. અહી સરહદ પર આવતા ભારતીયોને માટે તૈયાર રાખવાની વિનંતી કરી હતી.

પ્રવકતા સ્વામીએ જણાવ્યું કે અમે એ તુર્તજ અમારા સ્વયંસેવકોનો સંપર્ક શરૂ કરી દીધો હતો. અમો વિધાર્થીઓ સહીત સૌની મદદે પહોંચી જશું. અમો યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને શકય તમામ મદદ કરીશું. અમારા પોલેન્ડ, જર્મની, ફ્રાન્સમાં વસતા વોલીયર્સને એકશનમાં આવતા ફકત ર૪ કલાક લાગશે.  આ ઉપરાંત ભારતીય નાગરીકોને રહેવાની અને મેડીકલ આસીસ્ટન્ટ મળી રહે તે માટેની પણ સંસ્થા કરી રહી છે.

અમોએ મોબાઈલ કિચન તૈયાર કર્યું છે જે એક સમયે ર૦૦૦થી વધુ લોકોનું ભોજન બનાવશે. અમો કોઈ મોટા ગોડાઉન કે તેવા સ્થળની શોધ કરીને અહી ભારતીયોને રહેવા અને આગળના પ્રવાસની વ્યવસ્થા કરશું અને અમો છેલ્લા ભારતીય સુધી આ મદદ કરશું.  BAPS is also arranging accommodation facilities and coordinating medical assistance.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.