રાજકોટ જીવનનગરના મહાદેવધામ ખાતે અન્ન યજ્ઞમાં શ્રદ્ધાળુઓએ ભાગ લીધો
ભારત તિબેટ સંઘના હોદ્દેદારોએ હાજરી આપી- સામુહિક ફરાળમાં બે હજાર ભાવિકોએ ભાગ લીધો- શિવરાત્રિ મહોત્સવ ધાર્મિક વિધિ–વિધાનથી સંપન્ન.
રાજકોટ : જીવનનગર વિકાસ સમિતિ, રામેશ્વર મહાદેવ મંદર સમિતિ, વોર્ડ નં. ૧૦ જાગૃત નાગરિક મંડળ, મહિલા મંડળ, ધાર્મિક ઉત્સવ સમિતિ ઉપક્રમે શિવરાત્રિ મહોત્સવ ધાર્મિક વિધિ વિધા સાથે સફળતાથી સંપન્ન થયો હતો. સામુહિક ફરાળમાં બે હજારથી વધુ શ્રદ્ધાળુઓએ ભાગ લીધો હતો. આગામી હોલિકાત્સવની ઉજવણી વૈજ્ઞાનિક પદ્ધતિથી કરવામાં આવશે.
શિવરાત્રિ મહોત્સવ મહાઆરતીમાં ભા.જ.પ. ના હોદ્દેદારો વોર્ડ નં. ૧૦ ના કોર્પોરેટર નિરૂભા વાઘેલા, ચેતનભાઈ સુરેજા, વોર્ડ પ્નભારી પરેશભાઈ હુંબલ, વોર્ડ પ્નમુખ રજનીભાઈ ગોલ, મહામંત્રી પરેશભાઈ તન્ના, પૂર્વ કોર્પોરેટર અશ્વિનભાઈ ભોરણીયા, કેતનભાઈ મકવાણા, વિનુભાઈ ભટ્ટ, પાર્થ ગોહેલે વિશેષ હાજરી આપી પૂજાવિધિમાં ભાગ લીધો હતો.
ભારત તિબેટ સંઘના પ્નદેશ મહિલા અધ્યક્ષ મૃણાલીબેન ઠાકર, રાજકોટ મહાનગર અધ્યક્ષ દિવ્યાબેન ભટ્ટ, મહામંત્રી રૂદ્રભાઈ ભટ્ટ, નિખિલભાઈ ભટ્ટ, મહાનગર અધ્યક્ષ યોગિનભાઈ છનિયારા, રાજેશભાઈ ભાતેલીયા, લતાબેન ચૌહાણ અને સદસ્યોએ હાજરી આપી ફરાળ સાથે પૂજાવિધિમાં ભાગ લીધો હતો. માનસરોવરની ઝુંબેશની માહિતી સાથે શપથ વિધિ કરાવી હતી.
સમિતિના પ્નમુખ એડવોકેટ જયંત પંડયાએ આવેલા મહેમાનોનું સ્વાગત કરી છેલ્લા ૪૦ વર્ષથી કાર્યરત સમિતિની કામગીરીની ઝલક લોકોને આપી હતી. જીવનનગર, જ્ઞાનજીવન, દેશળદેવ પરા, અમી પાર્કના રહીશોએ કરેલી મદદની વાત મુકી હતી. મહાનગરપાલિકાના હોદ્દેદારો, સરકારી તંત્રની ભરપૂર પ્નશંસા કરી હતી. આગામી તા. ૧૭ મી એ હોલિકાત્સૌવમાં વૈજ્ઞાનિક પદ્ધતિથી ઉદ્દઘાટનમાં વિશેષ લોકોને બોલાવવામાં આવશે.
મહિલા મંડળના સુનિતાબેન વ્યાસ, ભારતીબેન ગંગદેવ, શોભનાબેન ભાણવડીયા, યોગિતાબેન જોબનપુત્રા, અલ્કાબેન પંડયા, જયોતિબેન પુજારા, હર્ષાબેન પંડયા, ધારાબેન, આશાબેન મજેઠીયા, હંસાબેન ચુડાસમા, ગીતાબેન જોલાપરા, સ્મિતાબેન હીચા સાથે રહિશોએ ફરાળ વ્યવસ્થા, રોશની, શણગાર, ધાર્મિક કાર્યક્રમોમાં ભાગ લીધો હતો. શિવશક્તિ ધૂન મંડળે સેવા આપી હતી.
મંદિરના સહવ્યવસ્થાક વિનોદરાય જે. ભટ્ટ, કેતનભાઈ મકવાણા, પાર્થ ગોહેલ, નવીનભાઈ પુરોહિત, અશોકભાઈ વાઘેલા, રાજેશભાઈ ચતવાણી, લાલભાઈ પરમાર, નલીનભાઈ ગંગદેવ, વિજયભાઈ જોબનપુત્રા, ધીરૂભાઈ કક્કડ, ડૉ. રામાવત, ભાવેશ પાઠક, ભુપતભાઈ જોલાપરા, દિનેશભાઈ વઢવાણા,
પ્નકાશભાઈ પીઠડીયા, વત્સલભાઈ પટેલ સહિત અનેક શ્રદ્ધાળુઓએ ફરાળમાં પોતાનું યોગદાન આપ્યું હતું. પૂજારી પ્નવિણભાઈ જોષીએ મંદિરની વ્યવસ્થા સંભાળી હતી. સમગ્ર આયોજનની વ્યવસ્થા મુખ્ય વ્યવસ્થાપક સુનિતાબેન વ્યાસ, વિનોદરાય ભટ્ટ, કેતન મકવાણાએ સંભાળી હતી.
ફોટો તસ્વીર : રાજકોટ રૈયા રોડ રામેશ્વર મહાદેવ મંદિરમાં શિવરાત્ર મહોત્સવની ઉજવણીની ધાર્મિક વિધિ–વિધાન સાથે શ્રદ્ધાળુઓ ફરાળનો પ્નસાદ અને ભાજપના હોદ્દેદારો દ્રષ્ટિપાત થાય છે.