Western Times News

Gujarati News

કપિલનો શો છોડ્યા બાદ ગુલાટીના જીવનમાં વધી ગઈ તકલીફો

મુંબઇ, ઈન્ડિયન ટેલિવિઝનની હિસ્ટ્રીમાં ધ કપિલ શર્મા શો એક એવો શો રહ્યો જેણે અનેક રેકોર્ડ સર્જાયા. એટલું જ નહીં આ શો જાેત-જાેતામાં ઘર-ઘરમાં પ્રસિદ્ધ બની ગયો. માત્ર ભારત જ નહીં દુનિયાભરમાં આ કોમેડી શોને કરોડો દર્શકો મળ્યાં. ત્યારે શો ના હોસ્ટ કપિલ શર્માની સાથો-સાથ આ શોના વિવિધ કલાકારો પણ એટલાં જ ફેમસ બની ગયા છે. જેમાંથી એક નામ એટલે સુનીલ ગ્રોવર.

જેને આપણે આપણે ડોક્ટર મશહુર ગુલાટી, ગુથ્થી અને રિંકુ ભાભી જેવા પાત્રોથી ઓળખીએ છીએ. જાેકે, મનોરંજન ક્ષેત્રના વર્તુળોમાં એવી ચર્ચા છે કે, જ્યારથી કપિલનો શો છોડ્યો ત્યારથી સુનીલ ગ્રોવરની તકલીફોમાં વધારો થયો છે. ત્યારે સર્જરી કરાવ્યાં બાદ બહાર આવીને સુનીલે પોતે જ સમગ્ર મામલે વાત કરી. લોકપ્રિય કોમેડિયન તથા એક્ટર સુનીલ ગ્રોવરની થોડા સમય પહેલાં હાર્ટ સર્જરી થઈ હતી.

સુનીલ ગ્રોવર હવે એકદમ ઠીક થઈ ગયો છે. જાે સુનીલ ગ્રોવરે સમયસર સર્જરી ના કરાવી હોત તો તેને હાર્ટ અટેક આવવાની શક્યતા હતી. આથી જ સુનીલે તાત્કાલિક સર્જરી કરાવી. હાલમાં જ સુનીલ ગ્રોવર મુંબઈ એરપોર્ટ પર જાેવા મળ્યો હતો. સર્જરી બાદ સુનીલ પહેલી જ વાર જાહેરમાં જાેવા મળ્યો છે. સુનીલ ગ્રોવર જ્યારે એરપોર્ટ આવ્યો ત્યારે ફોટોગ્રાફર્સે તેની તબિયત અંગે સવાલ કર્યો હતો.

કોમેડિયને જવાબમાં કહ્યું હતું કે તે હવે ઠીક છે. તેણે ફોટોગ્રાફર્સને પોઝ પણ આપ્યા હતાં. વ્હાઇટ ટી શર્ટ તથા બ્લેક લોઅરમાં સુનીલ ગ્રોવર જાેવા મળ્યો હતો. તેણે જેકેટ પણ પહેર્યું હતું. સુનીલ ગ્રોવરે ચાર બાયપાસ સર્જરી કરાવી હતી. હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયા બાદ તેણે સો.મીડિયામાં પોસ્ટ શૅર કરીને કહ્યું હતું, ‘ભાઈ, સારવાર સારી રીતે થઈ ગઈ અને હું સાજાે થઈ રહ્યો છું.

તમારી દુઆ માટે આભાર. ઠોકો તાલી.’ સુનીલ ગ્રોવરની મુંબઈની એશિયન હોસ્પિટલમાં હાર્ટ સર્જરી કરવામાં આવી હતી. શરૂઆતમાં સુનીલ ગ્રોવરને દવા આપવામાં આવી હતી.

જાેકે, દવાથી કોઈ ફેર પડ્યો નહોતો. ત્યારબાદ એન્જિયોગ્રામ કાઢવામાં આવ્યો હતો, જેમાં સુનીલ ગ્રોવરની ત્રણમાંથી બે હાર્ટની ધમનીમાં ૧૦૦% બ્લોકેજ હતું અને એક ધમની ૭૦-૯૦% બ્લોક હતી. તેનું હૃદય સામાન્ય રીતે કામ કરતું હતું અને સદનસીબે હાર્ટના સ્નાયુઓમાં કોઈ નુકસાન થયું નહોતું. સુનીલ ગ્રોવર આ દરમિયાન કોવિડ પોઝિટિવ પણ થયો હતો.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે, સર્જરી પહેલાં સુનીલ ગ્રોવરે પુણેમાં વેબ સિરીઝનું શૂટિંગ પૂરું કર્યું હતું. સૂત્રોના મતે, હેલ્થ કન્ડિશન આવી હોવા છતાંય સુનીલે પહેલાં પુણેમાં શૂટિંગ કર્યું હતું. તેણે પ્રોફેશનલ એટીટ્યૂડ રાખીને પહેલાં પોતાનું કમિટમેન્ટ પૂરું કર્યું હતું અને ત્યારબાદ મુંબઈમાં સર્જરી કરાવી હતી.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.