સલમાન ખાનને સંજય લીલા ભણસાલીએ ખાસ મિત્ર ગણાવ્યો
મુંબઇ, ખામોશી અને હમ દિલ દે ચૂકે સનમમાં સલમાન ખાન અને ફિલ્મમેકર સંજય લીલા ભણસાલીએ સાથે કામ કર્યું હતું. આ બંને ફિલ્મો બાદ તેઓ ઈન્શાહઅલ્લાહ કરવાના હતા પરંતુ કોઈ કારણોસર ફિલ્મને પડતી મૂકાઈ હતી. હાલમાં જ એક ન્યૂઝ પોર્ટલને આપેલા ઈન્ટરવ્યૂમાં સંજય લીલા ભણસાલીએ સલમાન સાથે ફરી કામ કરવા અંગે પોતાનો અભિપ્રાય મૂક્યો છે.
સંજય લીલા ભણસાલીના કહેવા મુજબ સલમાન તેમનો સારો મિત્ર છે અને તેઓ પદ્માવત બાદથી જ તેની સાથે કામ કરવા માગતા હતા. સંજય લીલા ભણસાલીના કહેવા અનુસાર ઈન્શાહઅલ્લાહ ફિલ્મ બને તે માટે તેમણે પૂરતા પ્રયાસો કર્યા પરંતુ મેળ ના પડ્યો. ભણસાલીએ કહ્યું, માણસ તરીકે આપણા સૌમાં પરિવર્તન આવે છે. સલમાન પણ બદલાયો છે અને તેના મનમાં મારા માટે પણ પરિવર્તન આવ્યું હશે.”
જાેકે, ભણસાલીએ વાત પૂરી કરતાં એમ પણ કહ્યું કે તેના સલમાન સાથેના સંબંધો આજે પણ સારા જ છે. એવું નથી કે અમારી વચ્ચે બોલાવાના પણ સંબંધો નથી રહ્યા કે એકબીજાને જાેઈને મોં ફેરવી લઈએ છીએ”, તેમ ભણસાલીએ ઉમેર્યું.
સંજય લીલા ભણસાલીએ આગળ કહ્યું, જે વ્યક્તિએ મારા માટે ‘ખામોશી’ અને ‘હમ દિલ દે ચૂકે સનમ’ કરી અને ‘સાંવરિયા’ દરમિયાન મારી પડખે ઊભો રહ્યો તેના પ્રત્યે મારા મનમાં આજે પણ ખૂબ માન છે. હું આજે જે કંઈ પણ છું તેમાં તેનો મોટો ફાળો છે અને તે માટે મારા મનમાં હંમેશા માન રહેશે.
હવે તેણે નક્કી કરવાનું છે કે તે મારી સાથે કામ કરવા ઈચ્છે છે કે નહીં. જણાવી દઈએ કે, ઈન્શાહઅલ્લાહ’માં આલિયા ભટ્ટ અને સલમાન ખાન લીડ રોલમાં દેખાવાના હતા. પહેલીવાર સલમાન અને આલિયા સ્ક્રીન શેર કરવાના હતા ત્યારે ફિલ્મ માટે એક્ટ્રેસ ખૂબ ઉત્સાહિત હતી. ભણસાલીના કહેવા અનુસાર, ફિલ્મ ડબ્બામાં બંધ થઈ હોવાના સમાચાર સાંભળીને આલિયા ખૂબ દુઃખી થઈ હતી.
જાેકે, બાદમાં આલિયાએ સંજય લીલા ભણસાલીની ફિલ્મ ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ સાઈન કરી. આ ફિલ્મ ૨૫ ફેબ્રુઆરીએ થિયેટરમાં રિલીઝ થઈ છે અને ધૂમ મચાવી રહી છે. ફિલ્મમાં આલિયાના ખૂબ વખાણ થયા છે. વર્કફ્રંટની વાત કરીએ તો, સલમાન ખાન હવે મનીષ શર્માની ફિલ્મ ‘ટાઈગર ૩’માં કેટરિના કૈફ અને ઈમરાન હાશ્મી સાથે જાેવા મળશે. આ સિવાય સલમાન પાસે ‘કિક ૨’ અને ‘કભી ઈદ કભી દિવાળી’ જેવી ફિલ્મો પણ છે.SSS