સના કપૂરના મહાબળેશ્વરમાં ધામધૂમથી યોજાયા લગ્ન
મુંબઇ, પીઢ અભિનેતા પંકજ કપૂર અને એક્ટ્રેસ-પત્ની સુપ્રિયા પાઠકની દીકરી સના કપૂરના લગ્ન બુધવારે બોલિવુડ કપલ મનોજ પાહવા અને સીમા પાહવાના દીકરા મયંક સાથે મહાબળેશ્વરમાં યોજાયા હતા. સના કપૂર અને મયંક પાહવાના લગ્ન ખૂબ જ ધામધૂમથી પરંતુ પરિવારના સભ્યો અને અંગત મિત્રોની હાજરીમાં યોજાયા હતા.
સોશિયલ મીડિયા પર સના અને મયંકના લગ્નની તસવીરો વાયરલ થઈ રહી છે. શાહિદ કપૂર અને આલિયા ભટ્ટની ફિલ્મ શાનદારમાં કામ કરી ચૂકેલી સના કપૂરે તેના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર લગ્નની તસવીરો શેર કરી છે. જણાવી દઈએ કે, સના કપૂર એ શાહિદ કપૂરની સાવકી બહેન છે. સના કપૂરે લગ્નની જે તસવીરો શેર કરી છે, તેમાં સ્કાય બ્લૂ કલર અને ઓરેન્જ કલરના લહેંગા-ચોલીમાં જાેવા મળી રહી છે.
તેણે જ્વેલરી પણ લાઈટ પહેરી છે. એકદમ સિમ્પલ લૂકમાં સના સુંદર લાગી રહી છે, તો બીજી તરફ તેના પતિ મયંક પાહવાએ પણ સિમ્પલ પરંતુ સ્ટાઈલિશ લૂક અપનાવ્યો છે. બીજી તરફ તેણે લગ્ન મંડપમાંથી શેર કરી છે. તસવીરના કેપ્શનમાં તેણે હાર્ટ ઈમોજી મૂક્યું છે.
તેની તસવીર પર કોમેન્ટ કરીને ભાભી મીરા કપૂરે અભિનંદન પાઠવ્યા છે, તો વિક્રાંત મેસીએ પણ લખ્યું છે ‘તમને બંનેને અભિનંદન. પ્રેમ, હાસ્ય અને ખુશી મળતી રહે તેવી શુભેચ્છા. શાહિદ કપૂરે પણ પત્ની મીરા રાજપૂત અને બંને બાળકો સાથે બહેન સના કપૂરના લગ્નમાં હાજરી આપી હતી. ‘જર્સી’ એક્ટરે હૃદયસ્પર્શી વાત કહી છે અને સાથે વેડિંગ સેરેમનીમાંથી બહેન સાથેની તસવીર પણ શેર કરી છે.
એક્ટરે લખ્યું છે ‘સમય કેટલો ઝડપથી પસાર થઈ જાય છે અને નાનકડી બિટ્ટુ હવે દુલ્હન બની ગઈ છે. મારી નાની બહેન ખૂબ જલ્દી મોટી થઈ ગઈ…એક અદ્દભુત નવા પ્રકરની ભાવનાત્મક શરૂઆત…વ્હાલી @sanahkapur15 અને મયંકને અઢળક શુભેચ્છા. બહેન સના કપૂર અને મયંકના લગ્નમાં શાહિદ કપૂરે બ્લેક કલરનો કૂર્તો, મેચિંગ કોટી અને વ્હાઈટ પાયજામો પહેર્યો હતો. જેમાં હેન્ડસમ લાગી રહ્યો હતો. બહેનના લગ્નમાંથી પોતાના લૂકની તસવીર શેર કરીને એક્ટરે લખ્યું છે #minimal.HS