કામ ન મળતાં શિલ્પાએ ફોડી રોહિતના હાથ પર બોટલ
મુંબઇ, ઈન્ડિયાઝ ગોટ ટેલેન્ટના અપકમિંગ એપિસોડમાં ફિલ્મમેકર રોહિત શેટ્ટી ગેસ્ટ તરીકે જાેવા મળશે. આ શોમાં શિલ્પા શેટ્ટી, બાદશાહ, મનોજ મુંતશીર અને કિરણ ખેર જજ તરીકે જાેવા મળે છે ત્યારે ગેસ્ટ તરીકે આવેલા રોહિત શેટ્ટી સાથે તેમની મસ્તી જાેવા મળી હતી. સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતી શિલ્પા શેટ્ટીએ એક મ્જી (બિહાન્ડ ધ સીન) વિડીયો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે.
જેમાં રોહિત શેટ્ટી બાદશાહ સાથે વાતોમાં વ્યસ્ત હતો ત્યારે શિલ્પા તેનું ધ્યાન ખેંચવાનો પ્રયાસ કરે છે. જાેકે, રોહિતે તેની તરફ ધ્યાન ના આપતાં શિલ્પા કેમેરામાં જાેઈને કહે છે, આતા માઝી સટકલી. બાદમાં શિલ્પા એક કાચની બોટલ રોહિતના ખભા પર ફોડે છે.
જેથી ચોંકી ગયેલો રોહિત પાછો ફરે છે અને શિલ્પા ચીસો પાડીને તેને કહે છે, પિક્ચર આપ મને. ત્યારે રોહિત કહે છે, ‘ગાંડી છે કે શું?’ આ બંનેની વાતમાં બાદશાહ વચ્ચે કૂદી પડતાં કહે છે કે, શિલ્પા પાસે ઘણી ફિલ્મો છે. આ સાંભળીને શિલ્પા બચેલી અડધી બોટલ બાદશાહના હાથ પર ફોડી દે છે.
જે બાદ શિલ્પા પોતાને ‘દંગબલ્લી’ કહે છે અને હસી પડે છે. આ રમૂજી અને મસ્તીભર્યો વિડીયો શેર કરતાં શિલ્પાએ લખ્યું, કીટલી ગરમ થઈ ગઈ છે. આતા માઝી સટકલી. મેં બાટલી ફોડી નાખી. મારી સામે નહીં પડવાનું સમજ્યા? ચેનલ દ્વારા એક પ્રોમો પણ શેર કરવામાં આવ્યો છે. જેમાં શિલ્પા શેટ્ટી અને રોહિત શેટ્ટી ફિલ્મ ચેન્નાઈ એક્સપ્રેસનો ફેમસ સીન રિક્રિએટ કરતાં જાેવા મળે છે.
શિલ્પા દીપિકાનો ભાગ ભજવી રહી છે જ્યારે રોહિતે શાહરૂખે ભજવેલા પાત્રની નકલ કરી હતી. પ્રોમોમાં ખૂબ મજાક મસ્તી થતી દેખાઈ રહી છે.
જણાવી દઈએ કે, ગત અઠવાડિયે શોની હાઈલાઈટ રહી હતી કે, ધ વૉરિયર સ્ક્વોડને ‘અમેરિકાઝ ગોટ ટેલેન્ટ ૧૭’ માટે ઓડિશન આપવાની તક મળી હતી. તેમના પર્ફોર્મન્સ બાદ શોના હોસ્ટ અર્જુન બિજલાનીએ સ્ક્વોડના લીડર રાહુલ યાદવને એક પત્ર આપ્યો હતો. જેમાં લખ્યું હતું. “હેલો વૉરિયર સ્ક્વોડ. અભિનંદન, અમેરિકાઝ ગોટ ટેલેન્ટ ૧૭ના જજીસે તમને ઓડિશન માટે પસંદ કર્યો છે.SSS