યુક્રેન અને રશિયા વચ્ચે અમે મધ્યસ્થતા કરવા માટે તૈયાર છેઃ સાઉદી અરબ
રિયાધ, રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા જંગમાં સાઉદી અરબે મધ્યસ્થાની ઓફર કરી છે.
સાઉદીના ક્રાઉન પ્રિન્સ મહોમ્મદ બિન સલમાને ગુરુવારે કહ્યુ હતુ કે, યુક્રેન સંકટને લઈને બંને પક્ષો વચ્ચે સાઉદી મધ્યસ્થી બનવા માટે તૈયાર છે.તેમણે રશિયન રાષ્ટ્રપતિ પુતિન સાથે પણ વાત કરી હતી અને કહ્યુ હતુ કે, રશિયા અને યુક્રેન વચ્ચેના તનાવનુ રાજકીય સમાધાન કરી શકાય તેવા તમામ પ્રયાસોનુ સાઉદી અરબ સમર્થન કરશે.
સાઉદીના મીડિયા રિપોર્ટ પ્રમાણે પ્રિન્સ સલમાને પુતિનને કહ્યુ હતુ કે, અ્મે તમામ પક્ષ વચ્ચે મધ્યસ્થતા કરવા માટે તૈયાર છે.એનર્જી માર્કેટ પર યુક્રેન સંકટનો જે પ્રભાવ પડી રહ્યો છે તે જોતા સાઉદી અરબ બજારમાં સ્થિરતા રહે તે માટે પણ સમર્થન આપવા તૈયાર છે.
પ્રિન્સ સલમાને યુક્રેનના રાષ્ટ્રપતિ જેલેન્સ્કી સાથે પણ વાત કરી હતી અને કહ્યુ હતુ કે, તનાવ ઓછો કરવાના પ્રયત્નોમાં સાઉદી અરબ યુક્રેનની સાથે છે.સાથે સાથે માનવતાના આધારે સાઉદી અરબ યુક્રેનથી આવનારા લોકો, પ્રવાસીઓ તેમજ ત્યાંના રહેવાસીઓનો વિઝા 3 મહિના લંબાવવા માટે તૈયાર છે.જેથી તેમને સાઉદી છોડવુ ના પડે.