નોકરાણીએ હારપીક અને ઝંડુ બામથી આંખના ટીપા બનાવીને મહિલાને આંધળી કરી
લંડન, એક નોકરાણીએ ઘરમાં ચોરી કરવાના હેતુથી ૭૩ વર્ષની એક વૃદ્ધ મહિલાને આંધળી કરી દીધી હતી. કેરટેકરનું કામ કરતી પી ભાર્ગવી નામની મહિલાએ પોતાની માલકીનને આંધળી કરવા માટે હારપીક અને ઝંડુ બામનો ઉપયોગ કરીને એક આઈ ડ્રોપ તૈયાર કર્યું હતું. નોકરાણીએ પોતાનો ગુનો સ્વીકાર્યો છે, હાલમાં પોલીસે તેની ધરપકડ પણ કરી છે.
અંગ્રેજી ન્યૂઝ પેપરના રિપોર્ટ મુજબ, ૭૩ વર્ષીય હેમવતી નચારામ શ્રીનિધિ એપાર્ટમેન્ટમાં એકલી રહે છે, લંડનમાં રહેતા દીકરા શશીધરે ઓગસ્ટ ૨૦૨૧માં ભાર્ગવીને પોતાની માતાનું ધ્યાન રાખવા માટે કામે રાખી હતી. ભાર્ગવી પોતાની સાત વર્ષની દીકરી હેમવતીના સાથે ફ્લેટમાં રહેવા લાગી હતી.
ગત વર્ષ ઓક્ટોબર મહિનામાં જ્યારે હેમવતીએ પોતાની આંખોને સાફ કરતા જાેયું, તો ભાર્ગવીએ કહ્યું કે, હું આઈ ડ્રોપ નાંખી દઈશ, જેના કારણે આરામ મળી જશે, ભાર્ગવીએ બાથરૂમ ક્લીનર હારપીક અને ઝંડુ બામને પાણીમાં મિક્સ કરીને હેમવતીની આંખોમાં નાંખ્યું, ચાર દિવસ પછી હેમવતીએ પોતાના દીકરાને કહ્યું કે, તેના આંખોમાં સંક્રમણ થયું છે, તેના પર શશીધરે નજીકના એક હોસ્પિટલમાં જવા માટે કહ્યું હતું. આ દરમિયાન ભાર્ગવીએ ૪૦,૦૦૦ રૂપિયા રોકડા, બે સોનાની બંગડીઓ, એક સોનાની ચેન અને અન્ય ઘરેણાની ચોરી કરી હતી.
જ્યારે હેમવતીની તબિયત વધુ ખરાબ થઇ, તો તેની દીકરી ઉષાશ્રીએ હેમવતીને હોસ્પિટલ લઇ ગઈ, પણ કોઈ પણ પરિણામ ન આવ્યું. જલદી જ ૭૩ વર્ષની હેમવતીની આંખોમાંથી સંપૂર્ણરીતે રોશની ચાલી ગઈ, ત્યાર બાદ શશીધર હૈદરાબાદ આવ્યો અને પોતાની માતાને એલ.વી.પ્રસાદ નેત્ર હોસ્પિટલમાં લઇ ગયા, જ્યાં ડૉક્ટરોએ કહ્યું કે, આંધળાપણું આંખોમાં વિનાશક પ્રવાહી નાંખવાના કારણે થયું છે.
ત્યાર પછી પરિવારને ભાર્ગવી પર શંકા થઇ, પછી પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવી હતી. પૂછપરછ કરવા પર ભાર્ગવીએ પોતાનો ગુનો સ્વીકાર્યો. તેની ધરપકડ કરીને ન્યાયિક રિમાન્ડ પર મોકલાવી દીધી.HS