Western Times News

Gujarati News

મેડિકલનો અભ્યાસ હિન્દીમાં, ફી અડધી કરવાનું વડાપ્રધાનનું વચન

લખનૌ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્રારા એવી મહત્વની જાહેરાત કરવામાં આવી છે કે હવે આપણા દેશમાં વિધાર્થીઓ હિન્દી ભાષામાં પણ મેડિકલનો અભ્યાસ કરીને ડોકટર બની શકશે અને ફરજિયાત રીતે ઈંગ્લીશમાં અભ્યાસ કરીને ડોકટર બનવાની સિસ્ટમમાં ઘણોબધો ફેરફાર થઈ જવાનો છે.

ઉત્તર પ્રદેશમાં જાહેર સભાઓ ના સંબોધન દરમિયાન વડાપ્રધાન દ્રારા યુક્રેનમાં મોટાપાયે ભારતીય વિધાર્થીઓ મેડિકલનો અભ્યાસ કરવા માટે જાય છે તે વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો અને એમણે દેશમાં જ મેડિકલનો અભ્યાસ અત્યતં સરળ કરી નાખવાની જાહેરાત કરી હતી.

વડાપ્રધાન દ્રારા એવી ખાતરી પણ આપવામાં આવી હતી કે આગામી દિવસોમાં વિધાર્થીઓને અને તેમના માતા-પિતાને નાણાકીય રીતે સરળતા કરી આપવા માટે મેડિકલ કોલેજાેમાં ફી ની રકમ અડધી કરી દેવામાં આવશે અને ટૂંક સમયમાં જ કેન્દ્ર સરકાર દ્રારા આ મુજબના આમૂલ પરિવર્તન જાહેર કરવામાં આવશે.

વડાપ્રધાને એ વાતનો ઉલ્લેખ કયેર્ા હતો કે મોટા પાયે ભારતથી વિધાર્થીઓ મેડિકલનો અભ્યાસ કરવા માટે યુકેન ગયા છે અને ત્યાં યુદ્ધમાં ફસાઈ ગયા છે અને તેમને સુરક્ષિત રીતે વતન લાવવા માટે કેન્દ્ર સરકાર દ્રારા ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે.

પરંતુ મૂળ વાત એ છે કે હવે દેશમાં રહીને જ હિન્દી ભાષામાં વિધાર્થીઓ મેડિકલનો અભ્યાસ કરીને ડોકટર બની શકે તેવી વ્યવસ્થા નિર્માણ કરવામાં આવશે અને કેન્દ્ર સરકાર દ્રારા ટૂંક સમયમાં જ આ દિશામાં મહત્વના પગલાં જાહેર કરવામાં આવશે.

વડાપ્રધાને કહ્યું હતું કે મેડિકલનો અભ્યાસ કરવા માટે વિધાર્થીઓને વિદેશ જવું ન પડે તે પ્રકારની વ્યવસ્થા નિર્માણ કરવા માટે કેન્દ્ર સરકાર સંકલ્પબધ્ધ છે. આ પગલાંથી હજારો વિધાર્થીઓને દેશમાં જ લાભ મળશે.

તેમણે કહ્યું હતું કે મેડિકલનો અભ્યાસ કરવા માટે બહત્પ મોટી સંખ્યામાં ભારતથી વિધાર્થીઓને વિદેશમાં જવું પડે છે અને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે પરંતુ હવે આ પરિસ્થિતિ બદલાઇ જશે અને ટૂંક સમયમાં જ નિર્ણાયક પગલાં જાહેર કરી દેવામાં આવશે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.